News Updates
ENTERTAINMENT

બોયફ્રેન્ડ સાથે જોવા મળી સ્મૃતિ મંધાના, જાણો કોણ છે પલાશ મુછલ

Spread the love

આરસીબીની જીત બાદ સ્મૃતિ મંઘાના બોલિવુડ મ્યુઝીશિયન પલાશ મુચ્છલની સાથે જોવા મળી હતી. પલાશે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે.રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2024નો ખિતાબ જીત્યો છે.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2024નો ખિતાબ જીત્યો છે. આરસીબીએ ફાઈનલમાં દિલ્હી કેપટિલ્સને 8 વિકેટથી હાર આપી છે. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 113 રન બનાવ્યા છે. આ સાથે આરસીબીએ 2 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી છે.

આરસીબીની જીત બાદ કેપ્ટન સ્મૃતિ મંધાના બોલિવુડ મ્યુઝિશિયન પલાશ મુચ્છલની સાથે જોવા મળી હતી. પલાશે સ્મૃતિની સાથે ફોટો શેર કર્યો છે. સ્મૃતિ અને પલાશ આ પહેલા પણ અનેક વખત સાથે જોવા મળ્યા છે. પલાશે સ્મૃતિની સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

પલાશે એક લાઈવ ઈવેન્ટમાં સ્મૃતિને એક ગીત પણ ડેડિકેટ કર્યુ હતુ.બંન્ને તરફથી હજુ સુધી કોઈ વાતનો ખુલાસો કર્યો નથી. આ બંન્નેના ફોટો પર ક્રિકેટર પણ કોમેન્ટ કરી રહ્યા છે અને ફોટોને લાઈક કરી રહ્યા છે.

28 વર્ષીય પલાશ મ્યુઝિક કમ્પોઝર છે અને મશહુર ગાયક પલક મુચ્છલનો નાનો ભાઈ છે.પલાશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર મંધાનાની સાથે ટ્રોફી સાથેનો ફોટો શેર કર્યો હતો.

પલાશ મુચ્છલ અનેક વખત મેચ સમયે સ્ટેડિયમમાં સ્મૃતિ મંધાનાને સપોર્ટ કરતો જોવા મળતો હોય છે. અનેક વખત તે ભારતીય જર્સી પહરેલો પણ જોવા મળે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મંધાના અને પલાશ એક બીજાને ડેટ કરી રહ્યા છે.


Spread the love

Related posts

BCCI 6 વર્ષ પછી આ મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરશે, WPL પછી થશે શરૂ

Team News Updates

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન-ડે 8 વિકેટે જીતી:વેસ્ટ ઈન્ડિઝ 86 રનમાં ઓલઆઉટ, બાર્ટલેટે 4 વિકેટ ઝડપી; કાંગારૂઓએ શ્રેણી 3-0થી કબજે કરી

Team News Updates

Jasprit Bumrah Struggle Story : એક સમયે બુટ ખરીદવાના પૈસા ન હતા, આજે લાખોનું ટી શર્ટ પહેરે છે યોર્કર કિંગ બુમરાહ,

Team News Updates