News Updates
ENTERTAINMENT

બંન્ને બહેનો લડી શકે છે લોકસભાની ચૂંટણી:કરીના કપૂર અને કરિશ્મા કપૂરની રાજનીતિમાં એન્ટ્રી 

Spread the love

ગોવિંદાની સાથે સાથે અભિનેત્રી કરીના કપુર અને કરિશ્મા કપુરને એકનાથ શિંદેની શિવસેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે. ગોવિંદા કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ પણ બની ચૂક્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા અનેક ચર્ચિત ચેહરાઓએ રાજનીતીમાં એન્ટ્રી કરી છે અને ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે.જેમાં વધુ 2 બોલિવુડ અભિનેત્રીઓ રાજનીતીમાં એન્ટ્રી કરી શકે છે.

એવા સમાચાર છે કે, કરીના કપૂર અને કરિશ્મા કપુર બંન્ને બહેનો ટુંક સમયમાં રાજકારણમાં એન્ટ્રી કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ટુંક સમયમાં આ બંન્ને બહેનો એકનાથ શિંદની શિવસેનામાં સામેલ થઈ શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે.

એટલું જ નહિ સુપર સ્ટાર ગોવિદા પણ એકનાથ શિંદે વાળી શિવસેનામાં સામેલ થશે. આ ત્રણેય બોલિવુડ સ્ટાર લોકસભાની ચૂંટણી લડી શકે છે. એકનાથ શિંદેની શિવસેના તરફથી ગોવિંદાની સાથે અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. ગોવિંદા કોંગ્રેસ વતી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ પણ બની ચૂક્યા છે.

કરીના કપૂર અને કરિશ્મા કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.બંનેના રાજકારણમાં જોડાવાના સમાચાર ચોંકાવનારા છે. જો કે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

જો આ ત્રણેય સ્ટાર એકનાથ શિંદેની શિવસેના તરફથી ચૂંટણી લડશે. તો મહારાષ્ટ્રની શિવસેના માટે આ એક મોટી વાત સાબિત થશે.


Spread the love

Related posts

T20 સીરિઝમાં ભારતીય ખેલાડીઓનો દાઢીમાં કૂલ લુક, ક્લીન શેવમાં સૂર્યા લાગી રહ્યો છે યંગ

Team News Updates

ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 353 રન પર સમાપ્ત, જો રુટની અણનમ સદી, જાડેજાએ 4 વિકેટ ઝડપી

Team News Updates

રોહિત શર્માનું મોટું નિવેદન T20ને અલવિદા કહી ચૂકેલા;‘આજકાલ નિવૃત્તિ મજાક બની ગઈ છે’…

Team News Updates