News Updates
NATIONAL

Maharashtra:કપડાની દુકાનમાં આગ લાગી,એક જ ઘરના સાત લોકો આગમાં ભડથું, મરનારમાં 2 બાળકો પણ સામેલ

Spread the love

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કપડાની દુકાનમાં આગ લાગતા ઉપરના માળે રહેતા એક જ પરિવારના સાત લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલા, બે પુરૂષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. બુધવારે સવારે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો.

આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આગ લાગી ત્યારે લોકો ઉપરના માળે સૂતા હતા. તેને નીચે આવવાની તક પણ ન મળી. જેના કારણે સાતેય લોકો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું હતું કે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં કુલ 16 લોકો હાજર હતા. પહેલા માળે 7 લોકો, બીજા માળે 7 લોકો અને ત્રીજા માળે 2 લોકો હતા. જેમાં પહેલા માળે હાજર તમામ લોકોનાં મોત થયા છે. મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


Spread the love

Related posts

ચંદ્રયાન-3 હવે ચંદ્રથી એક ડગલું દૂર:ચંદ્રયાન-3નું પ્રોપલ્શન 1.08 વાગ્યે લેન્ડરથી જુદુ થશે, હવે ચંદ્રથી માત્ર 153 કિમી દૂર, 23 ઓગસ્ટે લેન્ડ કરશે

Team News Updates

ધોની બ્રિગેડ આજે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી શકે:ચેન્નાઈની શાનદાર શરૂઆત, મોઈન અલીએ ડેન્જરસ કાઇલ મેયર્સને આઉટ કર્યો

Team News Updates

KL Rahul Ruled Out: ઈજાને લઈ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ WTC Final થી બહાર, જાતે જ કર્યુ એલાન

Team News Updates