આઈપીએલની 17મી સીઝનમાં 35 મેચ બાદ ઓરેન્જ કેપની લિસ્ટમાં મોટોફેરફાર જોવા મળ્યો છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના ખેલાડી ટ્રેવિસ હેડ દિલ્હી વિરુદ્ધ 89રનની ઈનિગ્સ રમ્યા બાદ સીધો બીજા સ્થાને પહોંચી ગયો છે. તો વિરાટ કોહલી હજુ પણ ટોપ પર છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં અત્યારસુધી 35 મેચ રમાઈ ચુકી છે. અત્યાર સુધી ઓરેન્જ કેપની લિસ્ટમાં પહેલા સ્થાને વિરાટ કોહલીનો દબદબો હતો. તે 361 રનની સાથે પહેલા સ્થાને હતો હવે તેની નજીક વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ પહોંચી ગયો છે. હેડે દિલ્હી વિરુદ્ધ 32 બોલમાં 11 ચોગ્ગા અને 6 સિક્સની મદદથી 89 રન બનાવ્યા છે. તે અત્યારે સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની લિસ્ટમાં બીજા સ્થાન પર પહોંચી ગયો છે. તેમજ પર્પલ કેપની લિસ્ટની વાત કરીએ તો જેમાં કુલદિપ યાદવે ટોપ-5માં એન્ટ્રી કરી લીધી છે.
કુલદીપ યાદવ પર્પલ કેપમાં સ્થાન બનાવી લીધું છે. તો આઈપીએલ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં 3 ભારતીય ખેલાડી છે. તેમજ ઓરેન્જ કેપની લિસ્ટમાં ટોપ-5માં 4 ભારતીય ખેલાડી છે. જેમાં કોહલી સિવાય, રિયાન પરાગ,રોહિત શર્મા અને કે.એલ રાહુલ છે.
- વિરાટ કોહલી-361 રન
- ટ્રેવિસ હેડ-324 રન
- રિયાન પરાગ-318 રન
- રોહિત શર્મા-297 રન
- કે.એલ રાહુલ-286 રન
આપણે પર્પલ કેપની વાત કરીએ તો જે ખેલાડી આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લે છે તેને પર્પલ કેપ આપવામાં આવે છે. 13 વિકેટ લઈ જસપ્રિત બુમરાહ પહેલા સ્થાને છે. તેમણે 12 વિકેટ સાથે યુઝવેન્દ્ર ચહલને ટક્કર આપે છે. આપણે પર્પલ કેપનું લિસ્ટ જોઈએ તો.
- જસપ્રીત બુમરાહ-13 વિકેટ
- યુઝવેન્દ્ર ચહલ-12 વિકેટ
- જેરાલ્ડ કોએત્ઝી-12 વિકેટ
- મુસ્તફિઝુર રહમાન-11 વિકેટ
- કુલદીપ યાદવ-10 વિકેટ
જસપ્રીત બુમરાહ 13 વિકેટ સાથે પ્રથમ સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 4 વિકેટ લીધા બાદ કુલદીપ યાદવ હવે 10 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં 5માં સ્થાને પહોંચી ગયો છે. સૌથી વધુ વિકેટ લેવાના મામલે યુઝવેન્દ્ર ચહલ અને ગેરાલ્ડ કોએત્ઝી 12-12 વિકેટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને મુસ્તાફિઝુર રહેમાન છે જેણે અત્યાર સુધી 11 વિકેટ ઝડપી છે.