News Updates
BUSINESS

મિનીરત્ન, નવરત્ન અને મહારત્ન કંપનીઓ શું છે?

Spread the love

સરકારની આ કંપનીઓને “રત્ન” નો દરજ્જો આપવાનો હેતુ આ જાહેર ક્ષેત્રની કંપનીઓને કામકાજની સ્વતંત્રતા અને પોતાની રીતે નિર્ણય લેવાની સત્તા આપવાનો છે. આ કંપનીઓ ચોક્કસ મર્યાદા સુધી સરકારનો સંપર્ક કર્યા વિના રોકાણ અને નવા પ્રોજેક્ટ્સ જેવી કેટલીક બાબતો પર નિર્ણય લઈ શકે છે.

ભારતમાં સરકારી કંપનીઓ એટલે કે કેન્દ્ર સરકાર હેઠળની સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. CPSEs માં મિનીરત્ન, નવરત્ન અને મહારત્નનો સમાવેશ થાય છે. સરકારની આ કંપનીઓને “રત્ન” નો દરજ્જો આપવાનો હેતુ આ જાહેર ક્ષેત્રની કંપનીઓને કામકાજની સ્વતંત્રતા અને પોતાની રીતે નિર્ણય લેવાની સત્તા આપવાનો છે. આ કંપનીઓ ચોક્કસ મર્યાદા સુધી સરકારનો સંપર્ક કર્યા વિના રોકાણ અને નવા પ્રોજેક્ટ્સ જેવી કેટલીક બાબતો પર નિર્ણય લઈ શકે છે.

દેશમાં કુલ 57 મિનીરત્ન, 16 નવરત્ન અને 13 મહારત્ન કંપનીઓ હતી. નવરત્નનો દરજ્જો આપ્યા બાદ IREDA આ શ્રેણીની 17મી કંપની બની ગઈ છે. IREDA ના મેનેજમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે ભવિષ્યમાં “મહારત્ન” કંપની બનવા માંગે છે.

હવે પ્રશ્ન એ ઉઠે છે કે મિનીરત્ન, નવરત્ન અને મહારત્ન કઈ રીતે અલગ પડે છે.ભારતના સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ કેટ્લકિક ચોક્કસ બાબતો અનુરૂપ વિભાજિત કરવામાં આવી છે

સૌથી નાના કદની CPSE કંપનીઓને મિનીરત્ન શ્રેણીમાં મૂકવામાં આવી છે. મિનીરત્ન કેટેગરીમાં આવતી CPSE કંપનીઓને બે પેટા કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે જેમાં મિનીરત્ન-I અને મિનીરત્ન-IIનો સમાવેશ થાય છે.

મીનીરત્ન કેટેગરી-I માં એવા CPSEનો સમાવેશ થાય છે જે સતત ત્રણ વર્ષથી નફો કમાઈ રહ્યા છે. આ ઉપરાંત ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા એક વર્ષમાં તેનો કર પૂર્વેનો નફો રૂપિયા 30 કરોડ કે તેથી વધુ થયો છે અને તેની નેટવર્થ સકારાત્મક રહી છે. આવી કંપનીઓને મિનીરત્ન-1 PSU ગણવામાં આવે છે.

મીનીરત્ન કેટેગરી-II માં છેલ્લા ત્રણ વર્ષથી સતત નફો કમાતી અને પોઝિટિવ નેટવર્થ ધરાવતી CPSUs મિનીરત્ન-II કંપનીઓનો દરજ્જો ધરાવે છે. આ શરતો સિવાય CPSE એ સરકારને ચૂકવવાપાત્ર લોન અથવા વ્યાજની પૂર્વ ચુકવણીમાં ડિફોલ્ટ ન થવું જોઈએ. વધુમાં મિનીરત્ન કંપનીઓએ કોઈપણ પ્રકારની બજેટરી સહાય અથવા સરકારી ગેરંટી પર આધાર રાખવો જોઈએ નહીં.

CPSEs કે જેમણે મિનિરત્ન-1નો દરજ્જો મેળવ્યો છે અને છેલ્લા પાંચ વર્ષમાં ત્રણમાં “ઉત્તમ” અથવા “ખૂબ સારી” નું એમઓયુ રેટિંગ મેળવ્યું છે અને છ પરફોર્મન્સ સ્કોર ધરાવે છે તેઓ પરિમાણોમાં 60 અથવા તેથી વધુ ગુણ ધરાવે છે. આવી કંપનીઓને પ્રમોટ કરવા અને “નવરત્ન” શ્રેણીમાં સમાવિષ્ટ ગણવામાં આવે છે.

હાલમાં “નવરત્ન” શ્રેણીમાં આવતી કંપનીઓમાં BEL, CONCOR, HAL, NALCO, NBCC, NMDC, PFC વગેરે સહિત IREDAનો સમાવેશ થાય છે.

જો CPSE કંપની આ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે, તો તેને “મહારત્ન” નો દરજ્જો આપવામાં આવે છે. આ માટે કંપની “નવરત્ન” હોવી જોઈએ.તે ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ હોવું જોઈએ.તે લઘુત્તમ શેરહોલ્ડિંગ ધોરણોને પૂર્ણ કરવી જોઈએ.છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાર્ષિક ટર્નઓવર રૂપિયા 25,000 કરોડથી વધુ અને સરેરાશ વાર્ષિક નેટવર્થ રૂપિયા 15,000 કરોડથી વધુ હોવી જોઈએ.છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો રૂપિયા 5,000 કરોડથી વધુ હોવો જોઈએ અને વૈશ્વિક બજારમાં તેની સ્થિતિ પણ મજબૂત હોવી જોઈએ.ભેલ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, ગેઈલ, એચપીસીએલ, ઈન્ડિયન ઓઈલ, એનટીપીસી, ઓએનજીસી મહારત્ન શ્રેણીની મુખ્ય CPSE કંપનીઓ છે.


Spread the love

Related posts

સોનું અને ચાંદી સસ્તાં થયા, ખરીદતા પહેલા તપાસીલો લેટેસ્ટ રેટ

Team News Updates

Triumph Scrambler 1200X બાઇક ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું:એડજસ્ટેબલ સીટ સાથે 1200CC ટ્વીન સિલિન્ડર એન્જિન ઉપલબ્ધ, કિંમત ₹11.83 લાખ

Team News Updates

Vodafone Ideaના 22 કરોડ મોબાઈલ ઠપ્પ થઈ જશે? 7864 કરોડના દેવાની વસુલાત માટે ટાવર કંપનીની સેવા બંધ કરવાની ચીમકી

Team News Updates