લાખો લોકો ઓડિયો કે વિડિયો કોલ માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ કોઈ ને કોઈ ખામી હંમેશા દેખાય છે. આવી સ્થિતિમાં, કંપની લોકોના અનુભવને સુધારવા માટે નવા ફીચર્સ પણ પ્રદાન કરે છે. હવે લોકોની સમસ્યાને સમજીને તે વધુ એક નવું ફીચર લાવવા પર કામ કરી રહી છે. એપ પર એક ફીચર આવી રહ્યું છે જેથી જ્યારે કોઈ વ્યક્તિ કોલ પર હોય ત્યારે નવો કોલ તેની સામે હાઈલાઈટ થયેલો દેખાશે. તે વ્યક્તિ ત્યાંથી તે કૉલને મ્યૂટ અથવા સમાપ્ત કરી શકશે અને આમ કરવા માટે તેણે મુખ્ય સ્ક્રીન પર જવાની જરૂર રહેશે નહીં. રિપોર્ટ અનુસાર, બાર મૂળભૂત રીતે WhatsApp પરના કૉલિંગ ઇન્ટરફેસનું મિનિ-સ્ક્રીન વર્ઝન છે જે ખાતરી કરે છે કે તમે મેસેજિંગ એપ પર મુખ્ય કૉલ ઇન્ટરફેસ પર ગયા વિના કૉલ પર રહી શકો છો અને તેને સમાપ્ત અથવા મ્યૂટ કરી શકો છો. આ સુવિધા હાલમાં એન્ડ્રોઇડ પર મર્યાદિત ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જેમ જેમ ટૂલ ડેવલપ થશે અને બગ્સ ફિક્સ થશે, તેમ વધુ લોકો માટે ઉપલબ્ધ થશે.
વોટસએપ એક નવા ફંક્શનનું પણ પરીક્ષણ કરી રહ્યું છે, જે યૂઝર્સને મીડિયાને તરત જ પ્રતિક્રિયા અને જવાબ આપવા દેશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ડેવલપર્સે એપના મીડિયા વ્યૂઅર માટે નવો રિપ્લાય બાર રજૂ કર્યો હતો, પરંતુ મીડિયા વ્યૂઅરના લેટેસ્ટ બીટાએ રિએક્ટ બાર ઉમેરવાની વાત જાહેર કરી છે. જેમાં જ્યારે તમે વોટ્સએપ પર ફોટો અથવા વિડિયો ખોલો છો, ત્યારે તમને નીચે એક અલગ બાર દેખાશે, જ્યાં તમે તે મીડિયા વિશે ટિપ્પણી કરી શકો છો. બારની બરાબર બાજુમાં, પ્રતિક્રિયા આપવા માટે એક બટન હશે, જેને ટેપ કરવાથી વિવિધ ઇમોજી દેખાશે