News Updates
GUJARAT

JAMNAGAR:માતા-પુત્રીના મોત ડેમમાં ડૂબી જતા:કાલાવડના પીઠડીયા ગામનો બનાવ,પુત્રીનો પગ લપસતા ડેમમાં ડૂબવા લાગી, બચાવવા ગયેલા માતા પણ ડૂબી ગયા

Spread the love

કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં ભારે કરુણાજનક કિસ્સો બન્યો છે. વેકેશનમાં પોતાના ઘેર રોકાવા માટે આવેલી 10માX ધોરણની વિદ્યાર્થિની માતા સાથે મણવર ડેમમાં કપડાં ધોવા માટે ગયા પછી પુત્રીનો પગ સ્લીપ થયો હતો અને ડૂબવા લાગી હતી. જેને બચાવવા માટે માતાએ પણ ઝંપલાવી દીધું હતું. જેમાં ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે માતા- પુત્રી બંનેના મૃત્યુ નિપજ્યા હોવાથી ભારે કરુણંતીકા સર્જાઈ છે.

આ બનાવની માહિતી મુજબ કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતી અને કાલાવડની હિરપરા કન્યા છાત્રાલયમાં ધો.10માં અભ્યાસ કરતી હેતવીબહેન વિજયભાઈ ડાંગરિયા નામની 15 વર્ષની વિદ્યાર્થિની, કે જે હાલમાં વેકેશન હોવાથી પોતાના ઘેર રોકાવા માટે આવી હતી.ત્યારે માતા રસીલાબેન તેમજ કાકી કાજલબેન સાથે પીઠડીયા ગામની સીમમાં આવેલા મણવર ડેમ ખાતે કપડાં ધોવા માટે ગયા હતા.જે દરમિયાન હેતવી નો અકસ્માતે પગ લપસી જતાં ડેમના ઊંડા પાણીમાં ગરકાવ બની હતી. અને બચાવવા માટે તરફડિયા મારી રહી હતી. દરમિયાન તેને બચાવવા માટે માતા રસીલાબેને પણ પાણીમાં ઝંપલાવી દીધું હતું.

પરંતુ બંનેને તરતા આવડતું ન હોવાથી અને ડેમમાં પાણી ઊંડું હોવાથી માતા પુત્રી બંને ડૂબી ગયા હતા, અને કરુણ મૃત્યુ નીપજ્યાછે. આ સમગ્ર બનાવ અંગે મૃતક રસીલાબેન ના પતિ અને હેતવી ના પિતા વિજયભાઈ છગનભાઈ ડાંગરિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.જે. જાદવ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને માતા પુત્રી બંને ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. માતા પુત્રી બંનેના મૃત્યુના બનાવને લઈને નાના એવા પીઠડીયા ગામમાં શોકમગ્ન વાતાવરણ બની ગયું છે.


Spread the love

Related posts

પોરબંદરની દરિયાઈ જળસીમામાંથી ઝડપાયું કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

Team News Updates

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત

Team News Updates

દવાઓની અછત કે સારવારમાં બેદરકારી ! 31 મૃત્યુ માટે જવાબદાર કોણ ? હોસ્પિટલમાં હોબાળો

Team News Updates