રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રશિયન કંપની રોઝનેફ્ટ સાથે એક વર્ષનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ રિલાયન્સ દર મહિને ઓછામાં ઓછા 3 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરશે. ચુકવણી રશિયન ચલણ રુબેલ્સમાં કરવામાં આવશે.
ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ OPEC+ની બેઠક 2 જૂને મળવાની છે. આમાં તેઓ તેલના પુરવઠામાં કાપ ચાલુ રાખવાનો નિર્ણય લઈ શકે છે. આવી સ્થિતિમાં આ ડીલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ડિસ્કાઉન્ટેડ ભાવે તેલ મેળવવામાં મદદ કરશે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર અને ઉપભોક્તા દેશ છે. 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પાસેથી તેલ ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારથી ભારત રશિયન ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદનાર બની ગયો છે. ભારતે રશિયન ક્રૂડ માટે રૂપિયા, દિરહામ અને ચીનની કરન્સી યુઆનમાં પણ ચૂકવણી કરી છે.
ભારતે 2020માં રશિયા પાસેથી તેની જરૂરિયાતના માત્ર 2% ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પહેલાં, 2021 માં કુલ પુરવઠો વધીને 16% અને 2022 માં 35% થયો. હાલમાં ભારત તેની જરૂરિયાતના 40 ટકા ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી ખરીદી રહ્યું છે.
ભારતના કુલ વેપાર મૂલ્યમાં ક્રૂડ તેલનો હિસ્સો એક તૃતીયાંશ છે. આનો અર્થ એ થયો કે ભારત બહારથી જે કંઈ પણ આયાત કરે છે, તેમાં લગભગ એક તૃતીયાંશ ક્રૂડ ઓઈલ છે. તેથી આ નફો વેપાર ખાધ ઘટાડશે.
યુક્રેન સાથેના યુદ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા. વિશ્વમાં ક્રૂડ ઓઈલના ત્રીજા સૌથી મોટા આયાતકાર ભારતે આનો ફાયદો ઉઠાવીને યુરોપને બદલે રશિયા પાસેથી તેલની આયાત વધારી દીધી.
માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની છે. કંપની પાસે રૂ. 19.69 લાખ કરોડ છે. રોઝનેફ્ટ રશિયાની ત્રીજી સૌથી મોટી કંપની પણ છે. તેનું માર્કેટ કેપ આશરે રૂ. 7 લાખ કરોડ ($85 બિલિયન) છે.