News Updates
INTERNATIONAL

ડ્રાઈવરે કહ્યું- બધા યહૂદીઓને મારી નાખીશ, પાકિસ્તાની ડ્રાઈવરનો યહૂદીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ અમેરિકામાં,સ્કૂલની બહાર વિદ્યાર્થીઓનો પાછળ કાર દોડાવી

Spread the love

અમેરિકાના ​​​​​​ન્યૂયોર્કમાં બુધવારે એક પાકિસ્તાની કાર ડ્રાઈવરે એક યહૂદી શિક્ષક અને કેટલાક વિદ્યાર્થીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને નજરે જોનારના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન ટેક્સી ડ્રાઈવર બૂમો પાડી રહ્યો હતો કે તે બધા યહૂદીઓને મારી નાખશે.

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, કાર ડ્રાઈવર અસગરે કેટલાક યહૂદી વિદ્યાર્થીઓને જોયા અને બુધવારે મેસિવતા નાક્લાસ યાકોવ સ્કૂલની બહાર તેમનો પીછો કર્યો. આ પછી તેણે શિક્ષક અને બે વિદ્યાર્થીઓ પર પોતાની કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

શિક્ષક અને વિદ્યાર્થીઓનો બે બ્લોક સુધી પીછો કર્યા બાદ તે પોતાની કાર લઈને ફરી શાળા તરફ ગયો. આ દરમિયાન, શિક્ષક અને વિદ્યાર્થીઓએ એક બિલ્ડિંગમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. આ પછી આરોપી ડ્રાઈવરે ફરી એકવાર 30-40 યહૂદી વિદ્યાર્થીઓના સમૂહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

58 વર્ષના આરોપીનું નામ અસગર અલી છે. તે એક પાકિસ્તાની ઇમિગ્રન્ટ છે જે લગભગ 20 વર્ષ પહેલા અમેરિકા આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અસગર માનસિક રીતે બીમાર છે. કેબ ડ્રાઈવર હોવા છતાં તેની પાસે કાર ચલાવવાનું લાઇસન્સ નથી.

અસગરની પહેલીવાર 1998માં ખોટી ઓળખના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેની અલગ-અલગ કેસમાં 4 વખત ધરપકડ કરવામાં આવી છે. હાલમાં, ન્યૂયોર્ક પોલીસ વિભાગની હેટ ક્રાઈમ ટાસ્ક ફોર્સ આ બાબતની તપાસ કરી રહી છે. અસગર પર હત્યાના પ્રયાસ અને હેટ ક્રાઈમ સંબંધિત લગભગ 12 આરોપો લગાવવામાં આવ્યા છે.

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, હુમલા બાદ કારનો ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. જો કે, તેમની કારની નંબર પ્લેટની મદદથી આરોપી થોડીવારમાં જ પકડાઈ ગયો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લઈ મેડિકલ તપાસ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે કહ્યું છે કે અસગરનો કોઈ આતંકવાદી સંગઠન સાથે કોઈ સંબંધ હોવાની શક્યતા ઓછી છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી કેટલાક દેશોમાં યહૂદીઓ અને અન્ય દેશોમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યુએસ એરફોર્સના એક સૈનિકે વોશિંગ્ટનમાં ઇઝરાયલના દૂતાવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેણે કહ્યું હતું કે તે ગાઝામાં થઈ રહેલા નરસંહારમાં સામેલ ન થઈ શકે. આ સાથે સૈનિકે પેલેસ્ટાઈનની આઝાદીની માંગ ઉઠાવી હતી. જો કે, દૂતાવાસમાં હાજર સુરક્ષા અધિકારીઓએ સમયસર સૈનિકને બચાવી લીધો અને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો.

બીજી તરફ, ગયા મહિને અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં ઇઝરાયલ વિરુદ્ધ અને પેલેસ્ટાઈનની આઝાદીના સમર્થનમાં દેખાવો થયા હતા. આ દરમિયાન સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા દિવસોના દેખાવો બાદ અમેરિકન પોલીસ મામલો કાબૂમાં લેવામાં સફળ રહી હતી.


Spread the love

Related posts

ન્યૂયોર્ક ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સંધુ સાથે ખરાબ વર્તન:ખાલિસ્તાન સમર્થકોએ કહ્યું- તમે નિજ્જરને માર્યો, પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું

Team News Updates

પેલેસ્ટાઈન સમર્થક હુતીઓના હુમલામાં પહેલીવાર મોત:અરબી સમુદ્રમાં લાઇબેરિયન જહાજ પર મિસાઇલ ઝીંકવામાં આવી, 3 ક્રૂ મેમ્બરે જીવ ગુમાવ્યા

Team News Updates

ભારતીય મૂળનાં PM ઋષિ સુનકનાં માથે લટકતી તલવાર:પેટાચૂંટણીમાં ફરી હારી સુનકની પાર્ટી, સતત હારનાં કારણે સામાન્ય ચૂંટણી પહેલાં જ 100 સાંસદો રાજીનામું આપશે

Team News Updates