News Updates
GIR-SOMNATH

15 ફૂટ લાંબા અજગરને સલામત રીતે બહાર કાઢ્યો,તાલાલાના ગાભા ગામે વન વિભાગે 90 ફૂટ ઊંડા કૂવામાંથી મહાકાય અજગર કાઢ્યો

Spread the love

આવા મહાકાય અજગરો ગીચ જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે પરંતુ ખોરાકની શોધમાં અજગરો જંગલ બહાર નીકળી આવે છે અને ક્યારેક અકસ્માતનો ભોગ બનતા હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે. તાલાલા તાલુકાના ગાભા ગામે 90 ફૂટ ઊંડા કુવામાં પડી ગયેલા 15 ફૂટ લાંબા મહાકાય અજગરને વન વિભાગની રેસ્કયૂ ટીમ દ્વારા સલામત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર તાલાલા તાલુકાના ગાભા ગામે ગતમોડી રાત્રે પરબતભાઈ સામતભાઈ વાઘની માલિકીની જમીનમાં આવેલા GHCL કંપનીની માઇન્સના કુવામાં એક અજગર પડી ગયો હતો. આ અંગેની જાણ પરબતભાઈ સામતભાઈને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેથી તાલાળા રેન્જ ફોરેસ્ટર ખેર તેમજ વનપાલ પ્રવીણભાઈ વાળા, ગાર્ડ એસ.બી.પરમાર તેમજ સ્નેક સ્કેચર ઉમરભાઈ સહિતની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ વન વિભાગની ટીમ દ્વારા અંદાજે 90 ફૂટ ઊંડા કૂવામાંથી 15 ફૂટ લાંબા મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્કયૂ કર્યા બાદ આ મહાકાય અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

સામાન્ય સંજોગોમાં આવા મહાકાય અજગરો ગીચ જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે પરંતુ ખોરાકની શોધમાં અજગરો જંગલ બહાર નીકળી આવે છે અને ક્યારેક આવા અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું બન્યું છે. જંગલ વિસ્તારમાંથી આ અજગર શિકારની શોધમાં બહાર નીકળી આવ્યો હોય અને રાત્રિ દરમિયાન આ કુવામાં ખાબક્યો હોય તેવું અનુમાન છે.

સવારે 11 વાગ્યાની આસપાસ વાડી માલિકને આ અંગેની જાણ થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. અંદાજે 12:30 વાગ્યાના સુમારે વન વિભાગની ટીમ દ્વારા આ અજગરને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્નેક સ્કેચર ઉમરભાઈ કુવામાં ઉતરે છે. તેઓ એક લાંબા દોરડા સાથે લીફ્ટ જેવું બનાવી કુવામાં ઉતરે છે. જેના દ્વારા આ અજગરને રેસ્ક્યૂ કરવામાં આવે છે. અતિ જોખમી રીતે કહી શકાય એવી રીતે આ સમગ્ર રેસ્ક્યુ પ્રક્રિયા કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા આવા વન્યજીવોને રેસ્ક્યૂ કર્યા બાદ જંગલ વિસ્તારમાં સલામત રીતે છોડી મૂકવામાં આવે છે.


Spread the love

Related posts

વેરાવળ : ઘરેથી ભાગી ગયેલી સગીર છોકરીને રેલવે કર્મચારીએ ચાઈલ્ડ લાઈનને સોંપી

Team News Updates

વાવાઝોડાને અનુલક્ષી કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરાએ આદ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત

Team News Updates

વેરાવળના ફિશ ઉદ્યોગપતિની મરીન પ્રોડક્ટ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન તરીકે પસંદગી થતાં ઇન્ડસ્ટ્રીઝ અને એક્સપોર્ટસ એસો. દ્વારા સન્માન સમારોહ યોજાયો

Team News Updates