હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના છે. તેમજ આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના છે. તેમજ આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 8 અને 9મી જૂને પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મોરબી, નર્મદા, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ ભરુચ, ભાવનગર, દાહોદ, જુનાગઢ, કચ્છ સહિતના જિલ્લાોમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.