News Updates
GUJARATRAJKOT

RAJKOT: CRIME BRANCH પીઆઈ વાય.બી. જાડેજાની બદલીનું આ હોય શકે છે કારણ !!

Spread the love

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI વાય.બી. જાડેજાને સીડીઓ અમદાવાદ મૂકાયા, અરજદાર પાસે રૂપિયા માગતા મંત્રી સુધી ફરિયાદ થયાની ચર્ચા

અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી વખતે PI વાય.બી. જાડેજા પર લાગ્યો હતો રૂ.65 લાખના તોડકાંડનો આરોપ..

RAJKOT CITY ક્રાઇમ બ્રાન્ચ PI Y.B. JADEJAની અચાનક સિંગલ ઓર્ડર સાથે તાત્કાલિક બદલી કરવામાં આવી છે. બે વર્ષ પહેલા અમદાવાદથી RAJKOT CRIME BRANCH PI તરીકે પોસ્ટિંગ મેળવ્યા બાદ ગઈકાલે અચાનક સિંગલ ઓર્ડર સાથે તાત્કાલિક છૂટા કરવાના આદેશ સાથે CDO AHMEDABAD ખાતે કરાયેલ બદલીથી પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. જોકે, આ બદલી કયાં કારણોસર કરવામાં આવી તે અંગે કોઈ ચોક્કસ કારણ આપવામાં આવી રહ્યું નથી. પરંતુ આ બદલીના પગલે અલગ અલગ ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં અરજદાર પાસે રૂપિયા માગવામાં આવ્યા હોવાથી સરકારમાં મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતી હોવાની વાતો પણ બજારમાં ચર્ચાઈ રહી છે.

સુરતનાં પૂર્વ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરની સેવા નિવૃત્તિને કારણે સુરતનાં પોલીસ કમિશ્નરની જવાબદારી ગુજરાતનાં સીનીયર IPSને સોંપવાની કવાયત ચાલી રહી છે ત્યારે છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેર પોલીસ કમિશનરની બદલીની વાતો પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે. જોકે, કમિશનરની બદલી થાય એ પૂર્વે મહત્વની કહી શકાય તેવી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વાય.બી. જાડેજાની સિંગલ ઓર્ડરથી બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે તારીખ શુક્રવારના રોજ સિંગલ ઓર્ડરથી પીઆઇ જાડેજાની સી.ડી.ઓ. અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. જેમાં તાત્કાલિક અસરથી તેમને છૂટા કરવામાં આવે અને બદલી થયેલ સ્થળ પર હાજર થવું તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વાય.બી. જાડેજાની બદલી કયાં કારણોસર કરવામાં આવી તે અંગે ચોક્કસ કારણ આપવામાં આવી રહ્યું નથી. પરંતુ એક ચર્ચા એવી છે કે, રાજકીય વગ ધરાવતા એક અરજદાર પાસે રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જે અંગે રૂપિયાની આપ-લે થઈ કે કેમ તે તો કોઈ જાણતું નથી. પરંતુ આ અરજદાર ગાંધીનગર ખાતે મંત્રી સુધી પહોંચી પોતાની સાથે થયેલ સંવાદ અને વ્યવહારની આપવીતી વર્ણવી હતી. જેના આધારે તપાસ કરી ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી હોય તેવું રાજકોટ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં અગ્રેસર રહી છે. બે વર્ષ પૂર્વે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સમયે થયેલા તોડકાંડથી બદનામ થયેલી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની છબિ ખરડાઈ જતા સરકાર દ્વારા અહીંયા DCP ક્રાઈમની નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે અને આ સમયે ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઇ તરીકે અમદાવાદથી આવેલા વાય.બી. જાડેજાને મૂકવામાં આવ્યા હતા. જોકે, આ પછી પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની બદનામ રોક લાગી ન હતી. પરંતુ બદનામી દૂર કરવા કોઈ ઈચ્છા જ ન હોય તેમ એક બાદ એક કાંડ સામે આવતા જ રહેતા હતા. આ પછી આજે પણ સ્થિતિ એ જ જોવા મળી રહી છે કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વાય.બી. જાડેજાની બદલી થતા ફરી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને છાંટા ઉડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વર્ષ ૨૦૨૦ એસજી હાઇવે પરથી બે વ્યક્તિને પકડી પહેલા રૂ. 30 લાખનો અને બાદમાં રૂ. 35 લાખ એમ મળી કુલ રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જેનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપાયો હતો.

તોડકાંડ અને પોપ્યુલર બિલ્ડરને સવલત આપવા મામલે તાત્કાલિક અસરથી પીઆઇ વાય.બી.જાડેજાની બદલી સ્પેશિયલ બ્રાન્ચમાં કરી દેવાઈ હતી. રિપોર્ટમાં બેદરકારી આવતાં પીઆઇ, પીએસઆઇ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા.


Spread the love

Related posts

વિચરતી જાતિના 425 પરિવારો પ્લોટ વિહોણા:ઝૂંપડપટ્ટી-પતરાની આડશ બાંધી કરે છે વસવાટ; પડધરી-જસદણમાં જાતિના દાખલા પણ મળતા નથી

Team News Updates

કેરીના પાક માટે માવઠું બનશે વેરી! ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ

Team News Updates

સુરત : વિશ્વકર્મા એકેડમી અને સ્ટોરી સીકર્સ ની ટીમ દરેક જવાનોને સો સો વંદન

Team News Updates