સુરત એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાય છે. આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત લઈ આવ્યા હતા.જોકે, સુરત એરપોર્ટ પર આવતા જ SOGએ સપ્લાય કરતા એક મહિલા સહિત 4 શખસને ઝડપી પાડ્યા હતા. બાદમાં સોનાના ઘરેણા બનાવનાર કારીગરને બોલાવીને પેસ્ટની તપાસ કરવામાં આવતા ઘટસ્ફોટ થયો હતો. કારીગરે પેસ્ટ આગાળતા 900 ગ્રામ સોનું નીકળ્યું અને તમામ મુદ્દામાલ (કિંમત 60 લાખથી વધુ) જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
SOGને મળેલી માહિતી અનુસાર દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત આવી રહેલા એક મહિલા સહિત 4 શખસની ધરપકડ કરી છે. સુરત એરપોર્ટથી સુરક્ષિત સ્મગલિંગનો ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ તેમને ઝડપી પાડ્યા હતા. SOGએ એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. જેમાં એક મહિલા સહિત ચાર લોકો સામેલ છે. ગોલ્ડ સ્મગલિંગ માટે આ વખતે નવો કિમીયો સામે આવ્યો છે. ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને આ લોકો ગોલ્ડ દુબઈથી ફ્લાઇટ થકી સુરત લઈ આવ્યા હતા.
બેગની તપાસ કરતા તેની અંદરથી પેસ્ટના માધ્યમથી ગોલ્ડ મળી આવ્યું હતું, ત્યારબાદ SOGએ પોતાના જ ઓફિસમાં સોનાના ઘરેણા બનાવનાર કારીગરને બોલાવીને તેની તપાસ કરી હતી અને તે ગોલ્ડ નીકળ્યું હતું. કુલ 900 ગ્રામ ગોલ્ડ આરોપીઓ દુબઈથી સુરત લઈને આવી ગયા અને એરપોર્ટ પર કોઈને તેની જાણ સુધી થઈ નથી. આ ગોલ્ડની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે. SOG ઓફિસની અંદર આ ગોલ્ડ પીગળાવીને વજન કરવામાં આવ્યું હતું.