News Updates
ENTERTAINMENT

 Bigg Boss OTT3 :બિગ બોસે અરમાનને આપી મોટી સજા,વિશાલ પાંડેને થપ્પડ માર્યા પછી

Spread the love

બિગ બોસ ઓટીટી 3માં રવિવારના એક એપિસોડમાં યુટ્યુબર અરમાન મલિકે એક સ્પર્ધક વિશાલ પાંડેને થપ્પડ મારી હતી. સામાન્ય રીતે જ્યારે પણ બિગ બોસના ઘરમાં કોઈ સ્પર્ધક બીજા સ્પર્ધક પર હાથ ઉઠાવે તો તેને ઘરની બહાર કરવામાં આવે છે, પરંતુ બિગ બોસ ઓટીટીના ઘરમાં વિશાલને થપ્પડ મારવા પર તેને સજા ફટકારવામાં આવી છે.

બિગ બોસ ઓટીટી 3માં અનિલ કપુરે વીક એન્ડ કા વારમાં યુટ્યુબર અરમાન મલિકની પહેલી પત્ની પાયલે પણ થપ્પડકાંડ પર વાત કરી છે. તેમણે કહ્યું કે, વિશાલ પાંડે અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકને લઈ ખોટી વાત કરી હતી. વિશાલે કૃતિકાને જોઈ પોતાના મિત્ર લવકેશ કટારિયાના કાનમાં કહ્યું હતુ કે, કૃતિકા મલિક સારી લાગે છે.અરમાન અને કૃતિકા બંન્ને આ વાતથી અજાણ હતા. પાયલના ખુલાસા બાદ અરમાને વિશાલને થપ્પડ મારી હતી.

બિગ બોસના ઘરમાં જો કોઈ સ્પર્ધક અન્ય સ્પર્ધકને થપ્પડ મારે છે તો તેને હિંસા કહેવામાં આવે છે અને બિગ બોસના નિયમ મુજબ હિંસા કરનારને ઘરની બહાર કરી દેવામાં આવે છે. બિગ બોસ 17માં અભિષેક કુમાર પર હાથ ઉઠાવવાને કારણે તહલકા બિગ બોસમાંથી બહાર થયો હતો. આ કારણે અરમાને વિશાલ પાંડેને થપ્પડ મારી તો એવું લાગી રહ્યું હતુ કે, તેને શોમાંથી બહાર કરી દેવામાં આવશે પરંતુ બિગ બોસની ટીમે અરમાનને ઘરમાંથી બહાર કાઢ્યો નહિ.

અરમાને વિશાલ પર હાથ ઉઠાવ્યા બાદ બિગબોસે લવકેશ કટારિયા,રણવીર શૌરી અને દીપક ચૌરાસિયાને કન્ફેશન રુમમાં બોલાવ્યા હતા. તેને બિગ બોસે કહ્યું જ્યારે પણ કોઈ બિગ બોસના ઘરમાં અન્ય સ્પર્ધક પર હાથ ઉઠાવે છે તો તેને ઘરમાંથી બહાર કરી દેવામાં આવે છે પરંતુ આ ઘટના અન્ય કરતા અલગ છે. આ મામલે અરમાન એક પતિ છે અને તેની પત્ની વિરુદ્ધ કઈ ખોટા શબ્દનો ઉપયોગ થયો છે. એટલે કે, જોવા જઈએ તો તેને આ માટે ઉશ્કેરવામાં આવ્યો છે. એટલા માટે તમારે નક્કી કરવાનું રહેશે કે, અરમાનને શોમાં રાખવામાં આવે કે પછી શોમાંથી બહાર કરી દેવો જોઈએ.

કન્ફેશન રુમમાં આવતા જ 3 સ્પર્ધકોના નિર્ણય પર જોઈએ તો અરમાન મલિક નહિ પરંતુ વિશાલ પાંડે ખોટો છે. એટલા માટે અરમાનને કોઈ સજા થવી જોઈએ નહિ, પરંતુ અનિલ કપુરે આ ત્રણેય સ્પર્ધકના નિર્ણય ઘરવાળાઓ સાથે શેર કરતા અરમાને કહ્યું કે, ભલે તને બિગ બોસના ઘરમાંથી બહાર કર્યો નથી પરંતુ તારી સજા એ છે કે, ઘરથી બહાર થવા સુધી દરેક અઠવાડિયે તને નોમિનેટ કરવામાં આવશે.


Spread the love

Related posts

રૂપાલી ગાંગુલીએ અનુપમાની સફળતા પર વાત કરી:કહ્યું, ‘ટીવી પર 25 કે 26 વર્ષની છોકરીઓને માતા બતાવવામાં આવે છે, મને 42 વર્ષની ઉંમરે લીડ રોલ મળ્યો તેના માટે આભાર’

Team News Updates

અદા શર્માએ ‘ધ કેરલ સ્ટોરી’ની સફળતા પર વાત કરી:શાલિની ઉન્નીકૃષ્ણનના રોલથી શારીરિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડ્યા, તેના ડાઘ જીવનભર રહેશે

Team News Updates

બાળપણની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ, ક્રિકેટર બન્યો પૂર્વ ક્રિકેટરનો જમાઈ

Team News Updates