News Updates
ENTERTAINMENT

Bigg Boss 18:લવસ્ટોરી બિગ બોસ 18ના ઘરમાં શરુ થઈ રહી છે,હેન્ડસમ હિરો અને અભિનેત્રીની જોડી ચાહકોને છે પસંદ

Spread the love

સલમાન ખાનના ધમાકેદાર શો બિગ બોસ 18માં ધીમે ધીમે લવ સ્ટોરીની શરુઆત થઈ રહી છે. આ પહેલા પણ બિગ બોસના ઘરમાંથી કેટલીક એવી જોડી બની ચૂકી છે. જેમણે બહારની દુનિયામાં આવી લગ્ન કરી લીધા છે.

સલમાન ખાનનો ધમાકેદાર શો બિગ બોસ 18 ચાહકોને પસંદ આવી રહ્યો છે. બિગ બોસ 18માં કેટલાક સ્પર્ધકો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે, તો કેટલાક એવા પણ સ્પર્ધક છે. જેનાથી ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે. આજે આપણે બિગ બોસ 18માં બની રહેલી નવી જોડી વિશે વાત કરીએ.

અત્યારસુધી ઘરના સભ્યો ચાહત પાંડે અને કરણ વીરનું નામ લઈ રહ્યા હતા. પરંતુ હવે ઘરમાં વધુ એક જોડી બનતી જોવા મળી રહી છે. આ જોડી ઈશા અને અવિનાશ મિશ્રાની છે. અત્યાર સુધી એક ફ્રેન્ડ તરીકે બંન્ને ની મિત્રતા જોવા મળી રહી છે.

જેમ જેમ બિગ બોસ 18માં સમય પસાર થઈ રહ્યો છે. અવિનાશ અને ઈશા નજીક આવી રહ્યા છે. બિગ બોસ 18ની લાઈવ ફીડમાં કરણ વીર મહેરા, અરફીન ખાન, સારા અને શિલ્પા શિરોડકર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે કે, મને લાગે છે આને પ્રેમ થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે, બિગ બોસ 18માં ઈશા સિંહ અને અવિના મિશ્રાનું બોન્ડિગ ખુબ સુંદર જોવા મળી રહ્યું છે. હંમેશા ઈશા સિંહ અવિશાન મિશ્રાનો ખ્યાલ રાખતી જોવા મળી રહી છે. ઈશા સિંહને લઈ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તે શાલીન ભનોટને ડેટ કરી રહી છે. પરંતુ આના પર કોઈ સત્તાવાર કાંઈ કહી શકાય નહિ.

બિગા બોસ 18માં ટીવી અભિનેત્રી ઈશા સિંહ, એલિસ કૌશિક અને અવિનાશ મિશ્રાની ફ્રેન્ડશીપના વખાણ પણ થઈ રહ્યા છે. ચાહકોને પણ આ ત્રિપુટી ખુબ પસંદ આવી રહી છે.


Spread the love

Related posts

મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીની પીડા:કહ્યું- ‘હું સખત મહેનત કરીને એક્ટર બન્યો, પરંતુ ઓરી જેવા લોકો મારા કરતા વધુ પ્રખ્યાત છે’

Team News Updates

‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મના 22 વર્ષ પૂર્ણ:કરન જોહર સેટ પર બેહોશ થઈ ગયો, કાજોલે શેર કર્યા રસપ્રદ કિસ્સાઓ

Team News Updates

Parineeti Raghav Wedding: 23 સપ્ટેમ્બરથી શરૂ થશે પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિ, જુઓ વેડિંગ કાર્ડ

Team News Updates