News Updates
NATIONAL

સીએમ ભૂપેન્દ્ર પટેલની 16માં ફાયનાન્સ કમિશનને રજૂઆત,ગુજરાતની વિશિષ્ટ સ્થિતિને ધ્યાને લઈને વઘુ નાણાં ફાળવવા

Spread the love

16માં ફાયનાન્સ કમિશનના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢિયાએ ગુજરાતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં જ્યારે સમગ્ર દેશનો રીયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ 6 ટકા જેટલો રહ્યો છે તેની સામે ગુજરાતનો રીયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ 8.5 ટકાનો છે. ગુજરાતની મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે વિકાસની સ્ટ્રેટેજીને યોગ્ય ગણાવતા ઉમેર્યુ કે, ગુજરાત ભારતનું પ્રથમ દક્ષિણ કોરિયા, તાઇવાન બનવા માટે તૈયાર થઈ રહ્યું છે.

16મું ફાયનાન્સ કમિશન તારીખ 1 એપ્રિલ 2026થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતો અહેવાલ તારીખ 31 ઓક્ટોબર 2025ના ઉપલબ્ધ કરાવવાનું છે. આ સંદર્ભમાં અહેવાલ આખરી કરતાં પહેલાં રાજ્યોની મુલાકાત લઈને સંબંધિત રાજ્યો સાથે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવા 16મું ફાયનાન્સ કમિશન ગુજરાતની મુલાકાતે આવેલું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16માં ફાયનાન્સ કમિશન સાથેની બેઠકમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત જેવાં જે રાજ્યો ફિસ્ક્લ પ્રુડન્ટ ડિસિપ્લિન્ડ રીતે જાળવે છે તેમને આ માટે કમિશન દ્વારા રીવોર્ડઝ મળવા જોઈએ. આના પરિણામે આવા રાજ્યોના જવાબદાર નાણાં વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ ખર્ચને ઓળખ મળશે એટલું જ નહીં, અન્ય રાજ્યો પણ આ માટે પ્રેરિત થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ પહેલુ પ્રત્યે ફાયનાન્સ કમિશનનું ધ્યાન દોરતા કહ્યું કે, ગુજરાતમાં જે વિશિષ્ટ પરિસ્થિતિ છે તેને પણ આયોગે ફંડિંગ ફાળવણીમાં ધ્યાને લેવી જરૂરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે પાછલા બે દશકમાં અસાધારણ વિકાસ કર્યો છે. 2001માં દેશના જીડીપીમાં 6 ટકાથી વધુ યોગદાન આપનારૂ ગુજરાત નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં આજે 8.5 ટકાથી વધુ યોગદાન આપે છે.

16માં ફાયનાન્સ કમિશનના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢિયાએ ગુજરાતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં જ્યારે સમગ્ર દેશનો રીયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ 6 ટકા જેટલો રહ્યો છે તેની સામે ગુજરાતનો રીયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ 8.5 ટકાનો છે.

આયોગના અધ્યક્ષ ડો. અરવિંદ પનગઢિયા તથા સભ્યોએ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી હતી.


Spread the love

Related posts

સુપ્રીમે કહ્યું- મતદારોને જાણવાનો અધિકાર છે, પાંચ જજોની SCની બેંચે નવેમ્બર 2023માં નિર્ણય અનામત રાખ્યો હતો

Team News Updates

સંવેદનશીલ કામગીરી શાંતિ’પૂર્ણ’:દાહોદમાં પરોઢિયે વિવાદિત નગીના મસ્જીદનું દબાણ દૂર કરાયા બાદ અન્ય 7 ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું, નિર્વિઘ્ને કામગીરી પૂર્ણ થતા હાશકારો

Team News Updates

હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું FSSAI પેકેજ્ડ ડ્રિંકિંગ બોટલને

Team News Updates