પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ગુરુવારે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં આગ લાગી હતી. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.
તમામ મુસાફરો અને કેબિન ક્રૂ સભ્યોને ઈમર્જન્સી ગેટથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ફ્લાઈટ રિયાધથી પેશાવર આવી હતી. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના લેન્ડિંગ ગિયરમાં કોઈ ખામીને કારણે થઈ છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
સાઉદી એરલાઈન્સ 792 276 મુસાફરોને લઈ જતી હતી. આ ઉપરાંત 21 ક્રૂ મેમ્બર હતા. એર ટ્રાફિક કંટ્રોલરના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ બાદ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ પછી પાઇલટને આ અંગે જાણ કરી હતી. આ સાથે ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસને પણ આ અંગે જાણ કરી હતી.
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ આગ તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. પ્લેનમાંથી તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.