ભારતીય નિશાનબાજ મનુ ભાકરે નાની ઉંમરમાં જ આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશ માટે મેડલ જીત્યો છે. તો ચાલો આજે જાણીએ મનુ ભાકરની નેટવર્થ કેટલી છે.હવે મનુ ભાકરનું નામ ઓલિમ્પિકના મેડલ લીસ્ટમાં લેવામાં આવશે.
ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની યુવા નિશાનબાજે મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. 22 વર્ષની મનુ ભાકર હાલમાં સમગ્ર દેશમાં છવાય ગઈ છે. વર્ષ 2018 બાદથી તે આંતરરાષ્ટ્રીય રમતમાં ભારત માટે મેડલ જીતી રહી છે.
આઈએસએસએફ વર્લ્ડકપ સિવાય કોમનવેલ્થ ગેમ્સની મેડલિસ્ટ છે, નાની ઉંમરમાં જ મનુ ભાકર કરોડપતિ બની ચૂકી છે. રિપોર્ટ મુજબ મનુ ભાકરની નેટવર્થ 12 કરોડ રુપિયા છે.
આ રકમમાં તેની ટૂર્નામેન્ટની ફી, પ્રાઈઝ મની, જાહેરાત અને સ્પોર્ન્સર્થી મળનારા પૈસા સામેલ છે. મનુ ભારતીય શૂટરની પોસ્ટર ગર્લ છે. તેની લોકપ્રિયતા તેના સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે.
મનુ ભાકરે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યા બાદ હરિયાણા સરકાર દ્વારા તેને 2 કરોડ રુપિયા આપવામાં આવ્યા હતા. તેમજ ટૂર્નામેન્ટ જીતવા પર મોટી રકમ મળે છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ પણ વધારે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 2 લાખ ફોલોઅર છે. ટ્વિટર પર અંદાજે દોઢ લાખ ફોલોઅર છે.
મનુ ભાકરને ઓજીક્યુ સ્પોન્સર કરે છે. તે મનુને ટ્રેનિંગથી લઈ ટૂર્નામેન્ટનો ખર્ચો ઉઠાવે છે.મનુ ભાકર ભારતીય સરકારની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્ક્રીમનો ભાગ પણ છે. જેના હેઠળ પેરિસ ઓલિમ્પિક માટે 1.63 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ ખર્ચ તેની પિસ્તોલની સર્વિસિંગ, એર પેલેટ્સ અને ગોળીઓ પર ખર્ચ થયો છે. આ સિવાય જર્મનીમાં એક પર્સનલ કોચની સાથે ટ્રેનિંગ માટે પણ પૈસા આપવામાં આવ્યા છે.