ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 500થી વધુ આશા વર્કર અને આશા ફેસેલિટર બહેનો આક્રોશભેર ઉમટી પડી હતી. પડતર માગોને લઈ રેલી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જુદા જુદા 15 મુદ્દાઓના નિરાકરણની માગ સાથે જિલ્લા કલેક્ટર મારફતે રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં 15 હજાર જેટલી આશા વર્કર અને ફેસેલિટર બહેનો આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. આશા વર્કર બહેનોના કહેવા મુજબ છેલ્લા 15 વર્ષથી આશા બહેનોનો પ્રશ્ન અઘ્ધર તાલ છે. સરકાર કોઈ ઉકેલ લાવતી નથી. ત્યારે જો આગામી એક માસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
ગીર સોમનાથ જિલ્લાની આશા વર્કર તથા આશા ફ્રેસિલીટેર બહેનોએ ભારતીય મજદુર સંઘના નેજા હેઠળ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય આશા કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ગત તા.13/07/2024ને શનિવારે આશા કર્મચારીઓની કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવેલ જેમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારીની હાજરીમાં રાજ્યના દરેક જિલ્લા કક્ષાએથી આવેદનપત્ર આપવાનું સર્વાનુમતે આ નિર્ણય કરવામાં આવેલ છે.
આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનોના વિવિધ પ્રશ્નો માટે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી યોગય નિર્ણય લઈ સમાધાન કરેલ નથી.
આશા વર્કર અને આશા ફેસીલીટેર બહેનો સ્વાસ્થય વિભાગમાં મહત્વનું કામ કરે છે. તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ નીચેલા સ્તર ગામડાની તથા રાહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારને સોંપવાનું કામ આશા વર્કર કરે છે. તેમ છતાં સરકાર તરફથી મળતું માનદવેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી.
1) PMJYનું ઈન્સટીવનું ચુકવણું આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી.
(2) આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો ને દર માસના અંતે તમામ ચુકવણું સમયસર કરવામા આવે તો તેઓનો ઘર સંસાર આ મોંઘવારી માં ચાલી શકે.
(3) હાલમાં તમામ ચુકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે તેનાથી બહેનોને ગુંચવાડી ઊભી ચાય છે તો ઇન્સેટીવન. 50% તથા 2500 નો વધારા નું ચુકવણું મહિના અંતે એક જ સાથે એક હેડ થી થાય તેવી વ્યવસ્થા કરવી.
(4) દેશની તમામ આશા વર્કર બહેનોને ઓછામાં ઓછું 18000/ રૂા. અને આશા ફેસીલીટર બહેનો 24000/ રૂપિયા દર મનિ વેતન ચૂકવવામાં આવે.
(5) આશા વર્કર અને આશા ફેસીલીટેર બહેનો ને દરેક મહિને 30 કે 31 દિવસ કામ કરતી હોય તેમને 24 દિવસ ને બદલે 30 દિવસ કરવામાં આવે.
(6) આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો ને સામજિક સુરક્ષા ના દાયરામાં સમાવેશ કરવામાં આવે (EPF/ESIC)
(7) આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો ને આકસ્મિક મૃત્યુ થાય તો તેમના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવામાં આવે તેમજ તેના પરિવારને નોકરી આપવામાં આવે.
(8) આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો ને સેવા નિવૃત્તિ ઉપર 10 લાખ રૂપિયા ચૂકવામાં આવે
(9) આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો ને ડ્રેસ એક સરખો આપવામાં આવ્યો છે તો તે બદલીને અલગ અલગ આપવો તથા જે સાડી કે ડ્રેસ આપવામાં આવે તે કોટનનું હોય તેવી વ્યવસ્થા કરવી.
(10) જે નવા બહેનો આશા માં લીધેલા છે. એમને 50% ઇન્સેટીવ કેન્દ્ર સરકાર દ્વારા મળવા પાત્ર છે તે ચુકવણું આજ દિન સુધી કરવામાં આવ્યું નથી તે ચુકવણું કરવાની વ્યવસ્થા કરવી.
આ જુદા જુદા મુદ્દે આશા બહેનોએ આક્રોશ ભેર રાજ્ય ના મુખ્યમંત્રી ને પાઠવી ન્યાય ની માંગ કરી છે. આશા બહેનો એ આ સાથે એવી પણ ચીમકી ઉચ્ચારી છે જો એક માસમાં માંગ નહીં સ્વીકારે તોઉગ્ર આંદોલન કરવામાં આવશે.