News Updates
MORBI

Morbi:સામૂહિક આપઘાત મોરબીમાં: ઘરમાં ગળાફાંસો ખાધો,વેપારીએ પત્ની અને તેના દીકરા સાથે,સુસાઈડ નોટમાં અંગત કારણોસર આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ

Spread the love

મોરબીના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. વેપારી યુવાને તેનાં પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેયે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી. જેમાં અંગત કારણોસર પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉંમર 56 વર્ષ)
વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉંમર 45 વર્ષ)
દીકરો હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉંમર 21 વર્ષ)

મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા વેપારીએ તેનાં પત્ની અને પુત્રની સાથે પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે. જેથી કરીને આ અંગેની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા એસપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મૃતક યુવાન, તેનાં પત્ની અને તેના દીકરાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. જોકે ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. જેમાં મૃતક યુવાન દ્વારા જીવનથી કંટાળી ગયેલ હોઇ અને આ પહેલું ભરવા પાછળ કોઈનો દોષ નથી અને કોઈએ રડવું નહીં એવા ઉલ્લેખ કર્યો છે. જેથી પોલીસે આ સુસાઇડ નોટ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે.


મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારની અંદર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.56), તેમનાં પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.53) અને દીકરા હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉ.21)એ પોતાના જ ઘરની અંદર છતમાં લગાવેલા હુક સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને આ બનાવ અંગેની મૃતક વર્ષાબેનનાં બહેનને જાણ થતાં તેમણે મૃતક હરેશભાઈના ભાઈ પંકજભાઈને બનાવની જાણ કરી હતી અને ત્યાર બાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના આ બનાવની જાણ કરી હતી.

જેથી કરીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા, મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાને દોડી ગયા હતા અને ફ્લેટની અંદર આપઘાત કરી લેનાર હરેશભાઈ, તેનાં પત્ની વર્ષાબેન અને હર્ષના મૃતદેહને તાત્કાલિક પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હરેશભાઈ કાનાબારના દરવાજાની ચાવી દરવાજામાં લટકતી હતી અને દરવાજો ખોલીને જોતાં ત્યાં ઘરની અંદર ત્રણેય વ્યક્તિઓએ આપઘાત કરેલો હતો. જેથી કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ઘરની અંદરથી એક સુસાઇડ નોટ મળી આવેલ છે જેમાં હરેશભાઈ કાનાબારની નીચે સહી કરેલી છે અને “તે જીવનથી કંટાળી ગયા છે અને તેમના પરિવારે ભરેલા આ પગલા માટે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં” એવો ઉલ્લેખ તેમણે પોતાની સુસાઇડ નોટમાં કરેલ છે. જોકે આ સુસાઇડ નોટ ખરેખર હરેશભાઈ લખી છે કે અન્ય કોઈએ તે પણ એક તપાસમાં વિષય છે. સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આર્થિક મૂંઝવણના કારણે હરેશભાઈ કાનાબાર અને તેના પરિવારે આ પગલું ભર્યું હોય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક હરેશભાઈ કાનાબારના પિતા વર્ષ 1986માં મોરબી પાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેનું મોરબીના લોહાણા સમાજ અને જનસંઘમાં પણ બહુ જ મોટું નામ હતું. જો કે, હાલમાં હરેશભાઈને મોરબીમાં સરદાર રોડ પાસે આવેલ પાશ્વનાથ કોમ્પ્લેક્સમાં હાર્ડવેરની દુકાન હતી અને તેમનો દીકરો હર્ષ કાનાબાર હાલમાં સીએનો અભ્યાસ કરતો હતો. જોકે એકસાથે પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા લોહાણા પરિવાર સહિત મોરબીની અંદર અરેરાટી વ્યાપી ગઈ હતી.


Spread the love

Related posts

મોરબી જિલ્લા કોંગ્રેસમાં વિવાદ:પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતી પટેલનું 38 વર્ષ બાદ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું

Team News Updates

MORBI:રીક્ષાના પાછળના ટાયરમાં આવી જતા બાળકનું મોત મોરબીના વિસીપરામાં,રીક્ષાચાલક ફરાર

Team News Updates

MORBI:જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી,મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ન કરવા અંગે માગ્યો ખુલાસો

Team News Updates