News Updates
GUJARAT

Knowledge:તફાવત જાણો લોયર, એડવોકેટ અને બેરિસ્ટર વચ્ચે શું છે તફાવત ?

Spread the love

તમે દરરોજ વકીલાતને લગતા ઘણા શબ્દો સાંભળતા હશો. જેમાંથી વકીલ, બેરિસ્ટર અને એડવોકેટ શબ્દો સૌથી સામાન્ય છે. હવે તમને સવાલ થતો હશે કે શું આ ત્રણેય શબ્દો એક જ છે ? ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ત્રણેય શબ્દોનો અર્થ શું છે અને આ શબ્દો વચ્ચેનો તફાવત શું છે.

જે વ્યક્તિએ કાયદાની ડિગ્રી મેળવી હોય તેને લોયર કહી શકાય. જેમકે LLB અથવા LLMની ડિગ્રી મેળવી હોય તેને લોયર કહી શકાય. કોરસ્પોન્ડિંગ કોર્ષ દ્વારા પણ જો કાયદાની ડિગ્રી મેળવી હોય તો તે વ્યકિત લોયર ગણાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ IGNOU માંથી કાયદાની ડિગ્રી મેળવે છે, તો તે લોયર ગણાય છે.

લોયર માત્ર કોઈપણ વ્યક્તિને કાયદાકીય સલાહ આપી શકે છે, કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી. લોયર કોઈપણ લિગલ ફર્મ, લિગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકે છે, પરંતુ કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી. આ ઉપરાંત લોયર કોઈપણ પ્રાઈવેટ કંપનીની લિગલ ટીમમાં કામ કરી શકે છે, પરંતુ કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી.

એડવોકેટ બનવા માટે તમારી પાસે HSC બાદ 5 વર્ષ અથવા તો બેચલર પછી 3 વર્ષની ફુલ ટાઈમ કાયદાની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત એડવોકેટ બનવા માટે તમારે AIBE (All India Bar Examination)ની પરીક્ષા પાસ કરવી પણ જરૂરી છે.

કાયદાનો અભ્યાસ કર્યા બાદ એડવોકેટ કોર્ટમાં વકીલાત કરી શકે છે. એટલે કે, તે કોઈ વ્યકિત માટે કોર્ટમાં કેસ લડી શકે છે. એડવોકેટ એટલે કે, સત્તાવાર વક્તા જેને કોઈના વતી બોલવાનો અધિકાર છે. એડવોકેટનો જે ડ્રેસ છે, તે ફક્ત એડવોકેટ જ પહેરી શકે છે, લોયર પહેરી શકતા નથી.

બેરિસ્ટર પણ લોયર જ છે. આ બંને વચ્ચેનો તફાવત એટલો જ છે કે ભારતીય કોલેજોમાંથી કાયદાની ડિગ્રી મેળવનારને લોયર કહેવામાં આવે છે. તો જેમણે ઈંગ્લેન્ડની કોલેજોમાંથી વકીલાતની ડિગ્રી મેળવી છે તેમને બેરિસ્ટર કહેવામાં આવે છે. માત્ર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફરક છે. ભારતના ઘણા મહાન લોકોએ ઈંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની પદવી મેળવી છે.


Spread the love

Related posts

જાણી લો બચવાના ઉપાય,ગરમીએ વધારી મુશ્કેલી,ઉનાળામાં આ 4 કારણોથી વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો

Team News Updates

ખેતીથી બદલાયું ખેડૂતનું નસીબ, હવે ખરીદશે 7 કરોડમાં હેલિકોપ્ટર

Team News Updates

વંદે ભારત ટ્રેનમાં મળશે ફાઈવ સ્ટાર સુવિધા, ટૂંક સમયમાં શરુ થશે વંદે ભારત સ્લીપર ટ્રેન

Team News Updates