રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભાવનગર રોડ પર પટેલ વાડી સામે આવેલ ગ્રીન પાલક પંજાબી & ચાઇનિઝ પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મંચુરિયન તથા સોસનો કુલ મળીને 9 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત ફુડ લાઈસન્સ વિના બિઝનેસ કરતા 19 ધંધાર્થીઓને નોટિસ અપાઈ હતી. તો જામનગર રોડ ઉપર માધાપર પાસે ખોડીયાર ડેરી ફાર્મમાંથી દહીં અને સ્વીટ માવા તો કોઠારિયા રોડ પર નંદનવન ડેરી માંથી પનીર તેમજ શ્રીનાથજી ડેરીમાંથી મિક્સ દૂધના નમૂના લેવાયા હતા.
આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના બોલબાલા માર્ગ તથા ગોંડલ રોડ PDM કોલેજ સામેના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 19 ધંધાર્થીને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી. તેમજ ખાદ્યચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. કિસ્મત ભૂંગળા બટેટા, ભૂદેવ નાસ્તા સેન્ટર, ક્રિષ્ના ફેન્સી ઢોસા, ગુરૂનાનક પ્રોવિઝન સ્ટોર, બાપા સિતારામ કોલ્ડ્રિંક્સ, જય સિયારામ ફરસાણ, સદગુરૂ શીંગ, તનિષા પ્રોવિઝન સ્ટોર, જે માડી જોકર ગાંઠિયા, દિલ્લી વાલે છોલે ભટુરે, જય બાલાજી દાળ-પકવાન, શ્રીસાંઈ દાળપકવાન, શ્રીસાંઈ મદ્રાસ કાફે, મારૂતી દાળપકવાન, બાલાજી મદ્રાસ કાફે, તિરુપતિ મદ્રાસ કાફે, જય અંબિકા દાળપકવાન, જય અંબિકા મદ્રાસ કાફે અને શ્રી યદુનંદન વડાપાઉંને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી છે.
(1) પનીર (લુઝ): સ્થળ- નંદનવન ડેરી ફાર્મ, ધરમ કોમ્પ્લેક્ષ શોપ નં. 3/4 રોલેક્ષ રોડ, કોઠારીયા, રાજકોટ. (2) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રીનાથજી ડેરી ફાર્મ, ગુજરાત હા. બોર્ડ, શણગાર હોલ કોર્નર, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ. (3) ગીર માધવ’ સ્વીટ માવા (10 કિ.ગ્રા. પેક્ડમાંથી): સ્થળ- ખોડિયાર ડેરી ફાર્મ, માધાપર, ઈશ્વરીયા મહાદેવ મંદિર મેઇન રોડ, જામનગર રોડ, રાજકોટ. (4) દહીં (લુઝ): સ્થળ- ખોડિયાર ડેરી ફાર્મ, માધાપર, ઈશ્વરીયા મહાદેવ મંદિર મેઇન રોડ, જામનગર રોડ, રાજકોટ.