સરકારી ટેલિકોમ કંપનીએ પોતાના પ્લાનથી ખાનગી કંપનીઓ Airtel, Jio, Viને આંચકો આપ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડ તેના યુઝર્સને ફરી ઓછી કિંમતનો પ્લાન ઓફર કર્યો છે જેના વિશે જાણી BSNL યુઝર્સ જુમી ઉઠશે.
BSNL તેના યુઝર્સ માટે ઘણા સસ્તા પ્લાન ઓફર કરી રહી છે. સરકારી ટેલિકોમ કંપનીએ પોતાના પ્લાનથી ખાનગી કંપનીઓ Airtel, Jio, Viને આંચકો આપ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડ તેના યુઝર્સને 250 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા સસ્તા પ્લાન ઓફર કરી રહી છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગ, ડેટા અને ફ્રી SMSનો લાભ મળે છે. કંપની તેના યુઝર્સને તેના સસ્તા પ્લાન્સમાં લાંબી વેલિડિટી પણ ઓફર કરી રહી છે.
BSNL પાસે 249 રૂપિયાનો એક એવો પ્લાન છે, જેમાં યુઝર્સને કુલ 45 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. ભારત સંચાર નિગમના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળે છે. ડેટા ખતમ થઈ ગયા પછી પણ આ પ્લાનમાં યુઝર્સને 40kbpsની સ્પીડ પર અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા મળશે.
યુઝર્સને દેશમાં ગમે ત્યાં કોલ કરવા માટે અનલિમિટેડ ફ્રી કોલિંગ અને રોમિંગનો લાભ મળશે. એટલું જ નહીં, યુઝર્સને દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
BSNL નો આ રિચાર્જ પ્લાન એક FRC એટલે કે પ્રથમ રિચાર્જ પ્લાન છે, જે ખાસ કરીને નવા વપરાશકર્તાઓ માટે છે. જો તમે પણ તમારો નંબર BSNL પર પોર્ટ કરવા માંગો છો, તો તમે આ પ્લાન પસંદ કરી શકો છો. આ સિવાય BSNL નિયમિત યૂઝર્સ માટે 250 રૂપિયાથી ઓછા રિચાર્જ પ્લાન પણ ઓફર કરે છે. BSNLનો આ રિચાર્જ પ્લાન 229 રૂપિયામાં આવે છે.
TRAI માર્ગદર્શિકા અનુસાર રૂ. 229નો આ રિચાર્જ પ્લાન 1 મહિનાની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગ, ફ્રી રોમિંગ અને દરરોજ 100 ફ્રી SMSનો લાભ મળે છે. સરકારી ટેલિકોમ કંપનીનો આ રિચાર્જ પ્લાન દરરોજ 2GB ડેટાના લાભ સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 60GB ડેટાનો લાભ મળશે. રોજનો ડેટા ખતમ થઈ ગયા પછી પણ યુઝર્સને આ પ્લાનમાં 40kbpsની સ્પીડ પર અનલિમિટેડ ડેટાનો લાભ મળે છે.