News Updates
NATIONAL

મુખ્યમંત્રી ઘર ખાલી કરશે દિલ્હીના પૂર્વ CM કેજરીવાલ:પાર્ટીએ કહ્યું- લ્યુટિયન્સ દિલ્હીમાં ઘર ફાઇનલ થયું છે, તે પાર્ટી હેડક્વાર્ટરની નજીક જ છે

Spread the love

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે નવી દિલ્હીના મંડી હાઉસ વિસ્તારમાં આવેલા ઘરને ફાઈનલ કરવામાં આવ્યું છે. તેઓ ટૂંક સમયમાં સિવિલ લાઇન્સમાં ફ્લેગસ્ટાફ રોડ પરના મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ખાલી કરશે. આમ આદમી પાર્ટી (AAP) એ બુધવારે આ જાણકારી આપી હતી.

પાર્ટીએ કહ્યું કે કેજરીવાલ મંડી હાઉસ પાસે ફિરોઝ શાહ રોડ પર AAP રાજ્યસભાના સાંસદોને ફાળવવામાં આવેલા બે બંગલામાંથી એકમાં રહેવા જઈ શકે છે. બંગલા પાર્ટી હેડક્વાર્ટરથી થોડે જ દૂર છે.

કેજરીવાલે આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી કે રાષ્ટ્રીય પાર્ટીના વડા તરીકે કેજરીવાલને આવાસ આપવામાં આવે. જોકે, દિલ્હીમાં ધારાસભ્યોને સરકારી આવાસ ફાળવવામાં આવતા નથી. કેજરીવાલ પણ હવે માત્ર નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે.

21 માર્ચ, 2024ના રોજ EDએ લીકર પોલિસી કેસમાં બે કલાકની પૂછપરછ પછી કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. 177 દિવસ બાદ સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બર 2024ના રોજ તેમને જામીન આપ્યા હતા.

અરવિંદ કેજરીવાલે જામીન મળ્યાના અને તિહાર જેલમાંથી બહાર આવ્યાના માત્ર 4 દિવસ બાદ 17 સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ આતિશીએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તે કાલકાજી સીટથી ત્રણ વખત ધારાસભ્ય છે.

તેમણે 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ રાજનિવાસમાં જ તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ આતિશીએ અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા હતા. તેઓ દિલ્હીના સૌથી યુવા (43 વર્ષ) સીએમ છે. આ પહેલા કેજરીવાલ 45 વર્ષની વયે સીએમ બન્યા હતા. સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પછી આતિશી દિલ્હીની ત્રીજી મહિલા સીએમ છે.

શપથ લીધા બાદ આતિશીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપી દેશની રાજનીતિમાં ઈમાનદારી અને નૈતિકતાનો દાખલો બેસાડ્યો છે. મને નથી લાગતું કે આખી દુનિયામાં આવા કોઈ નેતા હશે. અમે તમામ દિલ્હીવાસીઓ ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માંગીએ છીએ.

આતિશી બાદ સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે શિક્ષણ, PWD અને નાણાં સહિત 13 વિભાગો જાળવી રાખ્યા. આ સાથે જ સૌરભ ભારદ્વાજને આરોગ્ય સહિત 8 મોટા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.


Spread the love

Related posts

મહિન્દ્રાએ ઇલેક્ટ્રિક થારનું કોન્સેપ્ટ મોડલ બતાવ્યું:’THAR.e’ 2025 સુધીમાં બજારમાં આવી શકે છે, સાથે જ વૈશ્વિક પિકઅપ ટ્રક રજૂ કરવામાં આવી છે

Team News Updates

ST સ્ટેન્ડ પર મારામારીના CCTV:ગીતા મંદિર બસ સ્ટેશન પર બે યુવકોનું મુસાફરો અને સ્ટાફ સાથે અભદ્ર વર્તન, બ્લેડ અને ખુરશીથી હુમલો કર્યો

Team News Updates

બિલાડીએ કાગડા પર ઉડીને મારી તરાપ, બિલાડીનો શિકાર કરવાનો અંદાજ ચોંકાવી દેશે તમને

Team News Updates