News Updates
NATIONAL

DELHI:2000 કરોડનું ડ્રગ્સ દિલ્હીમાંથી ઝડપાયું :પોલીસે સાઉથ દિલ્હીમાં દરોડા પાડીને 560 KG કોકેઇન સાથે 4 લોકોની ધરપકડ કરી

Spread the love

દિલ્હી પોલીસે ડ્રગ્સનો જંગી કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલે 565 કિલોથી વધુ કોકેઈન રિકવર કર્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો હતો.

આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ પકડાયેલાં લોકોની કડક પૂછપરછ કરી રહી છે અને આ ડ્રગ્સ કોના માટે રાજધાનીમાં લઈ જવામાં આવતું હતું, કોને પહોંચાડવાનું હતું, આ ટોળકી સાથે કોણ કોણ સંકળાયેલું છે. આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છીએ.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર રાજધાનીમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ રિકવરી છે. પોલીસ તેને મોટી સફળતા માની રહી છે. અત્યાર સુધીમાં પહેલી વખત 2,000 કરોડ રુપિયાના મૂલ્યનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ રિપોર્ટ અનુસાર આ સપ્લાય પાછળ ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ કામ કરી રહી છે. અત્યાર સુધીમાં દિલ્હીમાંથી પહેલી વખત આટલી માત્રામાં પુરવઠો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ, જપ્ત કરવામાં આવેલું કોકેન હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં ઉપયોગ કરવામાં આવતું હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી આંધ્રપ્રદેશ અને ઓડીશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને એનસીઆરમાં સપ્લાય કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કવરચ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દિલ્હી એનસીઆરમાં ડ્રગ્સ સપ્લાય વિરૂદ્ધ લડવાનો છે.

દિલ્હી પોલીસે આ અગાઉ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરતા ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 20 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતા 1.14 કરોડ રુપિયાના મૂલ્યનો 228 કિલો ગાંજો જપ્ત કરયો હતો. પોલીસે આ કાર્યવાહીમાં બે જણની ધરપકડ પણ કરી હતી. આરોપી આંધ્ર પ્રદેશ અને ઓડિશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને એનસીઆરમાં સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન કવચ શરુ કર્યું છે, જેનો ઉદ્દેશ દિલ્હી-એનસીઆરમાં ડ્રગ્સ સપ્લાયને રોકવાનો છે.


Spread the love

Related posts

કુસ્તીબાજોનું પ્રદર્શન..ગાંગુલીએ કહ્યું- ખબર નથી ત્યાં શું થઈ રહ્યું છે:કહ્યું- મને અખબારમાંથી ખબર પડી; તેમને તેમની લડાઈ લડવા દો

Team News Updates

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બદરીનાથ હાઈવે બંધ:ઉત્તરાખંડના ધારચુલામાં વાદળ ફાટવાને કારણે પુલ ધોવાઈ ગયો; ગામમાં 200 લોકો ફસાયા

Team News Updates

શ્રીગણેશ:PM મોદી નવા સંસદભવન પર 17 સપ્ટેમ્બરે તિરંગો ફરકાવશે

Team News Updates