News Updates
GUJARAT

Jamnagar:પોતાની કારમાં ઝેરી દવા પી આપઘાત કર્યો,ખંભાળિયાના કોન્ટ્રાક્ટર યુવાને ધ્રોલના ટોક નાકા પાસે

Spread the love

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની એવા કોન્ટ્રાક્ટર યુવાને પોતાની કારમાં ધ્રોલના ટોલનાકે પહોંચી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલે દ્રો પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જે કેવી નગર વિસ્તારમાં રહેતા અને જેસીબી તથા અન્ય મશીનરીનો કોન્ટ્રાક્ટર ધરાવતા રઘુવીરસિંહ કિશોરસિંહ રાઠોડ નામના 36 વર્ષના યુવાને ગઈકાલે સવારે ધ્રોલના સોયલના ટોલનાકા પાસે પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એસ. દલસાણીયા બનાવ ના સ્થળે દોડી ગયા હતા, અને રઘુવીર સિંહ રાઠોડ ને સારવાર માટે પ્રોળની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ અભિજીતસિંહ રાઠોડ એ પોલીસમાં જાહેરાત કરી હતી. જેથી પોલીસે રઘુરરાજસિંહ રાઠોડના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, જ્યારે સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી છે. મૃતક કોન્ટ્રાક્ટર યુવાન ખંભાળિયામાં રહેતા હતા અને તેઓને સંતાનમાં 12 વર્ષનો પુત્ર છે. જેઓનો ધંધો બરાબર ચાલતો હતો. પરંતુ કોઈપણ સંજોગોમાં પરમદીને રાતે પોતાના ઘેરથી નીકળ્યા પછી પ્રોલના ટોલનાકે જઈ પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી.


Spread the love

Related posts

તુલસીના છોડ પણ અનેક પ્રકારના હોય છે, ઘરમાં કયા પ્રકારની તુલસી વાવવી જોઇએ?

Team News Updates

સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ સંવેદનશીલ છે તેનું જ્વલંત અને ઉમદા ઉદાહરણ

Team News Updates

કેશોદ : નેશનલ પાવર લીફ્ટિંગ ચેમ્પિયન શિપ જમ્મુ- કાશ્મીર ખાતે કાજલબેન દયાતરે ૩ ગોલ્ડ મેડલ મેળવ્યા

Team News Updates