News Updates
SURAT

SURAT:રોડ પર વહી દારૂની નદી,24 લાખના દારૂનો પોલીસે નાશ કર્યો,સુરતમાં પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા

Spread the love

સુરત પોલીસ દ્વારા સમયાંતરે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે આજે સુરત ઝોન થ્રી વિસ્તારમાં પકડાયેલા દારૂનો સુરત પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા 24 લાખના 14,000 દારૂની બોટલ પર ડોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જેથી રોડ પર દારૂની નદી વહી હતી.

મળતી માહિતી પ્રમાણે, આજે માહિધરપુરા, લાલ ગેટ, ચોક બજાર, કતારગામ, સિંગણપોર પાંચ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પાંચ પોલીસ સ્ટેશનમાં પકડાયેલી 14156 બોટલ જેની અંદાજિત કિંમત 24 લાખ 48 હજાર 952 રૂપિયા થાય છે. આ દારૂનો આજે ડભોલી બ્રિજની નીચે દારૂની બોટલો પર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

પિનાકીન પરમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે, ઝોન 3 વિસ્તારના પાંચ પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનના જે કેસ થયા હોય છે અને તેમાં જે વિદેશી દારૂની બોટલો મળેલી હોય છે તેનો આજે નાશ કરવામાં આવ્યો છે. ડીસીપી સહિતના અધિકારીઓની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે.


Spread the love

Related posts

‘જેને સહારો આપ્યો તેને અંધારામાં રાખી પ્રેમ લગ્ન કરવા યોગ્ય નથી’, લવ મેરેજ મુદ્દે નરેશ પટેલનું મોટું નિવેદન

Team News Updates

SURAT:વરસાદ વરસ્યો ભર ઉનાળે ,વાતાવરણમાં પલટો સુરતમાં

Team News Updates

  12 વર્ષીય બાળકનું માથુ રમતા-રમતા….લિફ્ટમાં ફસાતા મોત, ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો  માતા-પિતા માટે

Team News Updates