News Updates
RAJKOT

700થી વધુ વાહનોનો ખડકલો ,વાહનોની 8 KM લાંબી લાઈનો;રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર,મગફળીની સૌથી વધુ 1.10 લાખ ગુણીની આવક

Spread the love

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસીની ખરીદીના બીજા દિવસે આજે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી ખેડૂતો તેમની વિવિધ જણસીઓ લઇને ઉમટી પડતા માર્કેટિંગ યાર્ડ બહાર 700 કરતા વધુ વાહનનો ખડકલો જોવા મળ્યો હતો. યાર્ડ બહાર 8 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી. માર્કેટિંગ યાર્ડ ચેરમેન સહિતના અગ્રણીની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં મગફળીની સૌથી વધુ 1.10 લાખ ગુણીની આવક થઈ હતી. આ ઉપરાંત કપાસની આવક 15,000 મણ તથા સોયાબીનની 40,000 મણની આવક નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ, ગુજરાત સરકાર દ્વારા ગઈકાલથી ટેકાના ભાવે મગફળી સહિતની વિવિધ જણસીઓની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી, કપાસ અને સોયાબીન સહિતની જણસીઓ ભરીને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જેને લઈને મગફળી તેમજ સોયાબીન ભરેલા વાહનોની 8કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે 700થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે યાર્ડના ચેરમેન સહિતના આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જયેશ બોધરાની હાજરીમાં તમામ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં વિવિધ જણસીઓની ઉતરાઇ કરવામાં આવી હતી. આ દરમિયાન મગફળીની 1.10 લાખ ગુણીની આવક થઈ હતી. જ્યારે કપાસની આવક 15,000 મણ ઉપરાંત સોયાબીનની પણ 40,000 મણની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત આજે નવી તુવેરની અવકના શ્રીગણેશ પણ થયા હતા. જેમાં જીયાણા ગામના ખેડૂત ગોપાલભાઈ લાલજી ત્રણ દાગીના લઈને આવ્યા હતા. જેમાં કમિશન એજન્ટ સાગર માર્કેટિંગ દ્વારા જય જલારામ ટ્રેડિંગનાં વેપારી દ્વારા રૂ. 2,525નાં ભાવે ત્રણેય દાગીનાની ખરીદી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા હતા. જેના કારણે ખેડૂતો તેની મગફળી ટેકાના ભાવે નહીં વેચીને ઓપન માર્કેટમાં વેચતા હતા. પરંતુ ચાલુ વર્ષે ટ્રેન્ડ બદલાયો છે અને ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ ઘણા ઉંચા છે. જેના કારણે ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેંચી રહ્યા છે. ચાલુ વર્ષે સરકારના નિયમ મુજબ એક બારદાનમાં 36 કિલો મગફળીની ભરતી હોવી જરૂરી છે. તેમજ 200 ગ્રામ મગફળીમાં 140 ગ્રામ દાણા નીકળવા જોઈએ. સરકાર દ્વારા વધુમાં વધુ બે હેક્ટર 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે.


Spread the love

Related posts

રાજકોટમાં ઢોર ડબ્બામાં રોજ 10થી વધુ ઢોરનાં મોત થતા હોવાનો આક્ષેપ, માલધારી આગેવાને કહ્યું- ‘મનપા પશુઓના મોતના આંકડા છુપાવે છે’

Team News Updates

RAJKOT:કીર્તિદાનનાં ડાયરા સહિતનાં આયોજનો, મટકી ફોડ સ્પર્ધા ,મનપા દ્વારા દિવાળીની જેમ રોશનીથી શણગાર કરાશે,રાજકોટમાં જન્માષ્ટમી કાર્નિવલ

Team News Updates

પાંચમા દિવસે પણ રામ ભરોસે:રાજકોટમાં PGVCL સામે આંદોલન પર ઉતરેલા ઉમેદવારોએ કહ્યું – ‘ટાઢ-તડકો અને ભૂખ સહન કરીને પણ ન્યાય માટે લડીશું’

Team News Updates