News Updates
GUJARAT

Weather:અંબાલાલ પટેલે કરી આગાહી ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી સંભાવના

Spread the love

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સુકૂં વાતાવરણ રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. અંબલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં વર્તાશે.

ઉત્તર ગુજરાતમાં પણ સખત ઠંડી પડે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. તેમજ 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 8થી 10 ડિગ્રી રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ફેબ્રુઆરી સુધી ઠંડીની અસર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચ અને એપ્રિલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ વખતે ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.


Spread the love

Related posts

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહના મોત થયા, સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા આંકડા

Team News Updates

TV જોતી વખતે લાઈટ બંધ રાખવી જોઈએ કે ચાલુ ? આ રહ્યો સાચો જવાબ

Team News Updates

Navsari:2 ટ્ર્ક ફસાઈ 10 મજૂરો સાથે અંબિકા નદીના પૂરમાં

Team News Updates