News Updates
INTERNATIONAL

એસ્કેલેટર તૂટી પડતા અધવચ્ચે ફસાયો યુવક, વીડિયો જોયા પછી તમને Goosebumps આવી જશે

Spread the love

આ વીડિયો જૂનો છે ત્યારે આજે પણ તેને જોઈને લોકોને Goosebumps થઈ જાય છે. તેમજ આ વીડિયો આજે ફરી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના તુર્કીના ઈસ્તાંબુલમાં બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ એસ્કેલેટરમાં ફસાઈ જાય છે

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોએ નેટીઝન્સને હંફાવી દીધા છે. આ ઘટના તુર્કીના ઈસ્તાંબુલના એક મેટ્રો સ્ટેશનની જણાવવામાં આવી રહી છે, જે પાંચ વર્ષ પહેલા બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે અનેક વ્યક્તિઓ એસ્કેલેટરનો શિકાર બને છે. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો ગભરાઈ ગયા છે. આવો જાણીએ શું છે આ વાયરલ ક્લિપમાં.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એસ્કેલેટર પર ઘણી ભીડ છે. આ દરમિયાન એક વ્યક્તિ પણ એસ્કેલેટર પરથી નીચે ઉતરવા લાગે છે, પરંતુ વચ્ચે પહોંચતા જ એસ્કેલેટર તૂટી જાય છે અને તે વ્યક્તિ તેમાં ફસાઈ જાય છે. આ સીન એટલો ભયાનક છે કે લોકો તેને જોઈને જ ચોકી ગયા છે. હવે વિચારો કે તે સમયે જે લોકો સ્થળ પર હાજર હતા તેમની શું હાલત થઈ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માતમાં વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી. પણ જે દ્રશ્ય છે તે ખુબ જ ભયાનક છે.

અહીં જુઓ, મેટ્રો સ્ટેશન પર બનેલી ઘટનાનો વીડિયો

આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, એસ્કેલેટર વ્યક્તિને ગળી ગયો. હ્રદયસ્પર્શી વીડિયોને અત્યાર સુધીમાં 33 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, પોસ્ટને એક કરોડથી વધુ વખત જોવામાં આવી છે. આ સિવાય હજારો લોકોએ કોમેન્ટ કરી છે.

એક યુઝર કહે છે કે, આ વીડિયો જોયા બાદ હવે મને એસ્કેલેટર પર ચઢતા ડર લાગે છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે, આભાર કે આ વ્યક્તિ જીવિત છે. અન્ય યુઝરે કોમેન્ટ કરી છે કે, રોલર કોસ્ટર, પ્લેન અને એસ્કેલેટર… આ બધાથી દૂર રહેવું સારું છે.

આ વીડિયો જૂનો છે ત્યારે આજે પણ તેને જોઈને લોકોને ગુસબમ આવી જાય છે. તેમજ આ વીડિયો આજે ફરી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના તુર્કીના ઈસ્તાંબુલમાં બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ એસ્કેલેટરમાં ફસાય જાય છે જે બાદ લોકો ત્યાં જોતા જ રહી જાય છે.


Spread the love

Related posts

260 મુસાફરો સવાર હતા,140 લોકો ગુમ, 49ના મોત,  71ને બચાવ્યા,યમનના સમુદ્રમાં બોટ ડૂબી

Team News Updates

વિશ્વના અનેક નેતાઓને હુમલાખોરોએ બનાવ્યા છે નિશાન,સ્લોવાકિયાના વડાપ્રધાન પર ઘાતક હુમલો

Team News Updates

વિશ્વના સૌથી કિંમતી Pink Diamondને ખરીદી લેવાયો, કિંમત જાણશો તો અવાચક બની જશો !!!

Team News Updates