News Updates
NATIONAL

જમ્મુ-કાશ્મીરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ ઓફિસર સવાર હતા

Spread the love

જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાઇલટ સવાર હતા. હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું, તેમાં સવાર ઓફિસરોનાં નામ શું હતાં, તે તમામ વિગતો મેળવાઈ રહી છે.

ધ્રુવ હેલિકોપ્ટર ચેનાબ નદીમાં પડ્યું
ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાર જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચેનાબ નદીમાં પડ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં બે પાઇલટ અને એક કમાન્ડિંગ ઓફિસર હતા. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કમાન્ડિંગ ઓફિસર સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે પાઈલટને સામાન્ય ઈજા થઈ છે, જેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે.

હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું?
ભારતીય સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું તેની કોઈ માહિતી નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પાછળનું એક કારણ હવામાન હોઈ શકે છે. હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પણ થઈ રહ્યો છે. એટલા માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હશે. જો કે હજુ સુધી સેના તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.


Spread the love

Related posts

રામ મંદિરને કારણે અયોધ્યાના લોકોની આવક વધી, એક્સપર્ટે કહ્યું- UPના GDPમાં પણ દેખાશે અસર

Team News Updates

વિપક્ષના OBC કાર્ડનો ભાજપે શોધી કાઢ્યો રસ્તો, 2024 જીતવા માટે અમિત શાહે બનાવી ‘સ્પેશિયલ 24ની ટીમ’

Team News Updates

દુબઈથી પ્રાઈવેટ પાર્ટમાં છુપાવી સોનું લાવનાર વ્યક્તિ કસ્ટમના હાથે ઝડપાયો, કિંમત છે લાખોમાં

Team News Updates