News Updates
SAURASHTRA

BREAKING યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના:માચી ખાતે આવેલ વિશ્રામસ્થળનો ધુમ્મટ તૂટતા 8થી વધુ શ્રદ્ધાળુઓ દબાયા,એકનું મોત; સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું

Spread the love

પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતા અહીં દર્શન કરવા આવેલા આઠ યાત્રિકો ઉપર પથ્થરોની શિલાઓ પડતા ઇજાગ્રસ્ત થયા છે. બપોરે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઉભા હતા એ સમયે દુર્ઘટના સર્જાતા 3 મહિલાઓ, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થાય હતા.

પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતા આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આસરો લઈ ઉભા હતા. તે સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતા ગંભીર રીતે ઘવાઈ હતી. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતા તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હતા. જ્યારે એક મહિલા અને એક પુરુષ માતાજીના દર્શને આવેલા હતા.


Spread the love

Related posts

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતો માટે કમોસમી વરસાદમાં પાક નુકસાની અંગે વિશેષ પેકેજ જાહેર

Team News Updates

ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:સુરતના ભરીમાતા રોડ પર આગથી ધુમાડાના ગોટેગોટાથી કાળું વાદળ સર્જાયું, ઓઇલના 15 ડ્રમ સળગતા આગ વિકરાળ બની

Team News Updates

સાઇકલ ચલાવવા પ્રેરીત કરતો સાઇકલ યાત્રી:સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનોખો સાઇકલ યાત્રી પહોંચ્યો; ભારતના ગામો ગામ સાઇકલ લઈ પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે

Team News Updates