News Updates
NATIONAL

સુરતનું ટેક્સ કલેક્શન આકાશ આંબશે:ડાયમંડ બુર્સ શહેરના ટેક્સનો ખજાનો વધારશે વાર્ષિક 1900 કરોડના ક્લેક્શનથી પરોક્ષ લાભ

Spread the love

  • માત્ર ટેક્સની રૂપે જ નહીં પરંતુ દરેક નાના ધંધાઓમાં પણ તેની અસર થશે
  • ટેક્સની રકમ વધશે તો કેન્દ્રની યોજનાઓમાં શહેરને અગ્રસ્થાન મળશે

ખજોદ નજીક તૈયાર થઈ ગયેલા હીરા બુર્સના ધમધમાટ સાથે જ સુરતનું ટેક્સ કલેક્શન આકાશ આંબશે. એક અંદાજ મુજબ હીરા બુર્સમાં ધંધાકીય ગતિવિધિ તેની ચરમસીમાએ પહોંચતા જ જીએસટી કલેક્શન અંદાજે 400 કરોડ અને હીરા પેઢીઓ, માલિકો અને કંપનીઓ દ્વારા ભરવામાં આવતુ ઇન્કમટેક્સ રૂપિયા 1500 કરોડ સુધી પહોંચી જશે.

સુરતની આર્થિક કાયાપલટ આ પ્રોજેક્ટથી થનાર
આ ત્યારે જ શક્ય બનશે જ્યારે મુંબઇથી થતી હીરાની તમામ ગતિવિધિ સુરતથી થાય. દોઢ લાખ કરોડનું રફ સુરત આવે અને બાદમા અહીંથી જ એક્સપોર્ટ થાય ઉપરાંત જે હીરા વેપારીઓએ આઇટી રિટર્ન મુંબઇથી ફાઇલ કરી રહ્યા છે તેઓ સુરતથી રિટર્ન ફાઇલ કરે. હીરા બુર્સની કમિટિના સૌથી યંગ મેમ્બર સિધ્ધાર્થ પ્રદિપ સિંઘી કહે છે કે સુરતની આર્થિક કાયાપલટ આ પ્રોજેક્ટથી થનાર છે. માત્ર ટેક્સની રૂપે જ નહીં પરંતુ દરેક નાના ધંધાઓમાં પણ તેની અસર થશે.

ડાયમંડ બુર્સથી જ સીધા 375 કરોડની ટેક્સ આવક થશે
ટેક્સ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહ કહે છે કે ડાયમંડ પર કસ્ટમ ડયૂટી લાગતી નથી પરંતુ જ્યા માલ આવે અને વેપારીનું રજિસ્ટ્રેશન જ્યાં હોય ત્યાં આવે ત્યારે તે આઇજીએસટી ભરતા હોય છે. રફ પર 0.25 ટકા આઇજીએસટી લાગે છે. એટલે જો બધો જ કારભાર સુરત હીરા બુર્સથી થાય તો 375 કરોડની ટેક્સ આવક થશે. જો કે, તે આઇજીએસટી હોય કેન્દ્રના ખાતામાં જશે. પરંતુ સુરતનુ ટેક્સ કલેક્શન વધશે અને વાર્ષિક યોજનાઓમાં સુરતનુ મહત્વ વધશે. ગ્રાન્ટ પણ વધી શકે છે.

હીરા બુર્સ દ્વારા હાલ 700 કરોડ રૂપિયાની તો એફએસઆઇ ભરવામાં આવી

આ જ રીતે એવેરેજ ઓફિસની કોસ્ટ જો 70 થી 80 લાખ પણ ગણી તો હાલ 12 ટકા જીએસટીના હિસાબે બુંકિંગ વખતે જ જે તે ઓફિસ ચાલકે જીએસટી ભર્યો હશે તે ફિગર પણ 350 કરોડની નજીક પહોંચશે. નોંધનીય છે કે હીરા બુર્સ દ્વારા હાલ 700 કરોડ રૂપિયાની તો એફએસઆઇ ભરવામાં આવી છે.

એક્સપર્ટ: ત્રણ ટકા પ્રોફિટ માનીએ તો 1500 કરોડ થાય
​​​​​​​
​​​​​​​સી.એ. તિનિશ મોદી અને પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે ડાયમંડમા સામાન્ય રીતે પ્રોફિટ માર્જિન અઢીથી ત્રણ ટકા સુધી રહેતુ હોય છે. આઇટી કલેક્શન 1500 કરોડ સુધી જઈ શકે છે. પેઢી હોય તો 35 ટકા અને કંપની હોય તો કોર્પોરેટ ટેક્સ 25 ટકા છે. આયાતી રફનો ફિગર સવાથી દોઢ લાખ કરોડ જેટલો છે.

લોકલ માર્કેટ ઘણુ જ જુજ ​​​​​​​
​​​​​​​
જે પોલિશ્ડ થઈને ફરી વિદેશ જાય છે. લોકલ માર્કેટ ઘણુ જ જુજ છે. ટર્નઓવર પર દરેક જાતની કપાત બાદ જો ત્રણ ટકા ટેક્સ ગણવામાં આવે તો પ્રોફિટ 4500 કરોડની નજીક થાય છે અને એવરેજ 30 ટકાના હિસાબે ટેક્સ રૂ. 1500 કરોડની નજીક થાય છે.


Spread the love

Related posts

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 4ના મોત:કોટદ્વારમાં કાર તણાઈ ગઈ; હિમાચલમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ

Team News Updates

તિરુપતિ બાલાજીના દરબારમાં પહોંચ્યા PM મોદી:પૂજા-અર્ચના કરી વેંકટેશ્વરના લીધા આશીર્વાદ, કહ્યું- મેં 140 કરોડ ભારતીયોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી

Team News Updates

રાજસ્થાન: દૌસામાં મોટો અકસ્માત, બસ પુલ પરથી રેલવે ટ્રેક પર પડી, 4ના મોત

Team News Updates