News Updates
NATIONAL

મહારાષ્ટ્રમાં ચાલુ ટ્રેનમાં ગોળીબાર:જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં RPFના જવાને કર્યું ફાયરિંગ, ASI સહિત 4નાં મોત; પાલઘર રેલવે સ્ટેશન નજીક બની ઘટના

Spread the love

મહારાષ્ટ્રના પાલઘરથી મોટા સમાચાર મળી રહ્યા છે. મુંબઈમાં આજે સવારે જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ફાયરિંગમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી.

મૃતકોમાં RPFના ASI સહિત 3 મુસાફરો સામેલ છે
જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં RPFના ASI સહિત 3 મુસાફરો છે. આરપીએફના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી હતી.

આ ઘટના મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પાસે બની હતી
આ ઘટના મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પાસે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. આરોપી જવાન દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી નીચે ઉતરીને ભાગી ગયો હતો. પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે આરોપી જવાનને તેના હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ જવાનને પૂછપરછ માટે બોરીવલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. પોલીસ આરોપીએ આવું શા માટે કર્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

જ્યારે જવાને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું
આ ઘટના જયપુર એક્સપ્રેસ (ટ્રેન નંબર 12956)ના કોચ નંબર B5માં બની હતી. આ ઘટના આજે સવારે 5.23 કલાકે બની હતી. આરપીએફ જવાન અને ASI બંને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ ચેતને અચાનક ASI પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. DCP પશ્ચિમ રેલવે, મુંબઈના સંદીપ વીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. પરંતુ સવાલ એ ઊઠી રહ્યો છે કે જો તેની માનસિક સ્થિતિ સારી ન હતી તો તેને ફરજ પર કેમ તહેનાત કરવામાં આવ્યો?

કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો
જો કે ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આરપીએફ કોન્સ્ટેબલ અને તેના સિનિયર એએસઆઈ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જે બાદ કોન્સ્ટેબલે ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ પાલઘર અને મુંબઈ દહિસર વિસ્તાર વચ્ચે ટ્રેનમાં થયું હતું. આરપીએફ કોન્સ્ટેબલ ચેતન માનસિક તણાવમાં હોવાનું કહેવાય છે.

ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ
મીરા રોડ બોરીવલી વચ્ચે જીઆરપી મુંબઈના જવાનોએ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ આરોપીને બોરીવલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. બંને આરપીએફના જવાનો ફરજ પર હતા અને ઓફિશિયલ કામ માટે મુંબઈ આવી રહ્યા હતા. આરોપી જવાને પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કર્યું હતું.


Spread the love

Related posts

Saudi Arabia Desert:હિમવર્ષા ઈતિહાસમાં રણમાં થઇ પ્રથમ વખત સાઉદીના ઊંટ રણની બદલે બરફ પર ચાલ્યા

Team News Updates

બરસાનામાં 2 લાખની ભીડ, 2 શ્રદ્ધાળુઓનાં મોત:એકને વધારે શુગર, બીજાને હાર્ટ એટેક…અનેક બેભાન; DMનો ખુલાસો- ભીડને કારણે મોત નથી થયું

Team News Updates

દિલ્હીના LGને સત્તા આપવા પર CM માન રોષે ભરાયા:માને કહ્યું- દેશને 30-31 રાજ્યપાલ અને PMએ જ ચલાવવો જોઈએ, ચૂંટણીમાં કરોડો- અબજોનું પાણી શું કામ કરવું જોઈએ

Team News Updates