પોતાની જ ગાડીનો મેમો પોતેજ બનાવીને, પોતાના પર્સમાંથી હાજર દંડ પણ ભર્યો
તા.૧૧,સુરત: સરકારનાં દરેક વિભાગમાં ભ્રષ્ટાચારનો વ્યાપ દિન-પ્રતીદીન વધતો જાય છે. પરંતુ લોકો સાથે સીધા સપર્કમાં હોવાને કારને ફક્ત પોલીસ જ બદનામ થાય છે. બાકી ગુજરાત સરકારનાં અનેક એવા વિભાગો છે ત્યાં અતિશય ભ્રષ્ટાચારે ભરડો લઇ લીધો હોવાની વાસ્તવિકતા છે. પરંતુ આવા અમુક વિભાગના અધિકારીઓ પ્રજાજનો સાથે સીધા સંપર્કમાં ન હોવાના લીધે લોકો આ વાતથી એકદમ અજાણ હોય છે.
ગુજરાતનાં સુરત શહેરમાં તાજેતરમાં બનેલી એક ઘટનાંનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વિડીયોમાં સુરતનાં રસ્તા પર ટ્રાફિકનું નિયમન કરતી સુરત શહેરની ટ્રાફિક પોલીસનાં એક પીઆઈ મેમો બનાવીને દંડ ઉઘરાવી રહ્યા હોય છે. જ્યાં સુરતનાં જાગૃત નાગરિક અને યુવા એડવોકેટ મેહુલ બોઘરા પહોંચે છે અને કાળા કાચવાળી ગાડી કોની છે એવો સવાલ કરે છે ત્યારે ત્યાં દંડની પાવતીઓ બનાવતા પીઆઇ કે. જે. ભોંયે સર્કલ-૨ સુરત પોતે જ કાળી ફિલ્મ વાળી ગાડી લાવીને કાયદાનો ભંગ કરતા હોય, પોતે કાયદાનું પાલન કરવાને બદલે વાહન ચાલકોને રોકી અને દંડ વસૂલતા હોય, મારા ધ્યાને આવતા પી.આઈ કે. જે. ભોંયે સર્વપ્રથમ પોતાનું ચલણ ફાડી અને કાયદાના ભંગ બદલ દંડ ભરવા માટે કહેતા, પી. આઇ.શ્રીએ પોતાની ભૂલ સ્વીકારી અને ₹500 નો દંડ ભરી દીધેલ.
ટૂંકમાં આ ભારત દેશમાં કાયદાઓ રાજાઓના પણ રાજા છે કાયદાથી ઉપર કોઈ નથી અને કાયદાઓનું પાલન કરવાનો સંપૂર્ણ બોજો માત્રને માત્ર ગરીબ જાહેર જનતા પર નથી જેથી કાયદાઓનો સર્વપ્રથમ પાલન કરો અને ત્યારબાદ જાહેર જનતા પાસેથી કાયદાઓના ભંગ બદલ દંડ વસૂલ કરો.
જુઓ આ વિડીયો…