રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ એક મોટી તક છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને સિવિલ એન્જિનિયર અને મેનેજર સહિત 64 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ માટે, 45 વર્ષ સુધીના ઉમેદવારો નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ nhsrcl.in પર 31 મે સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ પછી ઉમેદવારોએ કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં હાજર રહેવાનું રહેશે. આમાં, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
વય શ્રેણી
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનમાં ભરતી માટે 20થી 45 વર્ષની વયજૂથના ઉમેદવારો અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી (CBT આધારિત) અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
પગાર
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનમાં ભરતીમાં પસંદગી પામવા પર, ઉમેદવારને દર મહિને રૂ. 50,000થી રૂ. 1,60,000નો મૂળ પગાર મળશે. આ સાથે તેમને અન્ય સરકારી ભથ્થાનો પણ લાભ મળશે.
ખાલી જગ્યા વિગતો
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનમાં એન્જિનિયર અને મેનેજરની કુલ 64 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં ટેકનિશિયનની 08 જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત જુનિયર એન્જીનીયરની 08 જગ્યાઓ, જુનિયર મેનેજર સિવિલની 12 જગ્યાઓ, જુનિયર ઈજનેર, ઈલેક્ટ્રીકલની 21 જગ્યાઓ, આસિસ્ટન્ટ મેનેજરની 11 જગ્યાઓ અને આસિસ્ટન્ટ મેનેજર પ્લાનિંગની 02 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
યોગ્યતા
આસિસ્ટન્ટ મેનેજર, સિવિલ
ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી આવશ્યક છે. તેમજ 4 વર્ષનો અનુભવ જરૂરી છે.
આસિસ્ટન્ટ મેનેજર, એચ.આર
અરજી કરવા માટે MBA પાસ કરેલ હોવું જરૂરી છે. આ માટે 4 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે.