News Updates
RAJKOT

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો:રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું, તપાસ કરી તો ખબર પડી કે શ્વાસનળીમાં સીંગનો દાણો ફસાયેલો હતો; દૂરબીનથી કઢાયો

Spread the love

બાળકો અવારનવાર રમતા રમતા કાંઈકને કંઈક મોઢામાં નાખી દેતા હોય છે. જે બાદ તે શ્વાસનળીમાં ફસાઈ જતા ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય છે. તેનો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો હતો. જેમાં દોઢ વર્ષની માસુમ બાળકની શ્વાસનળીમાં 1 મહીનાથી શીંગદાણો ફંસાયો હતો. આ કારણે બાળક સતત બીમાર રહેતું હતું. જે બાદ બાળકને ડોક્ટર પાસે લઈ જવાતા માસુમની શ્વાસનળીમાં શીંગદાણો ફંસાયો હોવાનું સામે આવ્યું હતું. દૂરબીન વડે તપાસ કરી આ બાળકની શ્વાસનળીમાં ફંસાયેલા શીંગદાણાનાં કટકાઓ બહાર કાઢી તેને નવજીવન અપાયું હતું.

બાળકના ડાબા ફેફસાંમાં ચેપ પણ લાગી ગયો હતો
પ્રાપ્ત વિગતો મુજબ વિદ્યાનગર રોડ સ્થિત ડૉ. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં આસોદરિયા નામનું બાળક જેની ઉંમર માત્ર દોઢ વર્ષ હતી. તેને છેલ્લા દસ-બાર દિવસથી ઉધરસ અને કફ મટતો નહોતો. અનેક ડોક્ટરો પાસે તપાસ અને રિપોર્ટ કરાવ્યાં, પરંતુ કોઈ ફરક ન જણાતા ફેફસાંનો સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. જેમાં માલુમ પડયું કે, બાળકની શ્વાસનળીમાં ડાબી બાજુ છેક ઊંડે ફેફસાંની નજીક કાંઈક ફસાયેલ છે અને તેના ડાબા ફેફસાંમાં હવા જતી ન હોવાથી તેના ફેફસામાં ચેપ પણ લાગી ગયો હતો. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેને વેન્ટિલેટર સપોર્ટ અને ઑક્સિજન આપવામાં આવી રહ્યું હતું અને ICUમાં દાખલ કરવામાં આવ્યું હતું.

શીંગદાણાના કટકા શ્વાસનળીની દિવાલ સાથે ચોંટી ગયા હતા
આ ગંભીર પરિસ્થિતિમાં બાળકના વાલીઓને પૂછતાં બાળક તે શું ગળી ગયો છે, તેનો ખ્યાલ નહીં હોવાનું કહ્યું હતું. ત્યારબાદ આવી પરિસ્થિતિમાં બાળકના વાલીઓને શ્વાસનળીમાં દૂરબીનથી તપાસ કરવા માટે સમજાવી તુરંત ડૉ. હિમાંશુ ઠક્કરે બાળકને ઓપરેશનમાં લઇ શ્વાસનળીમાં દૂરબીન વડે તપાસ કરી હતી. છેક ઊંડે ફસાયેલા શીંગદાણાના ત્રણેક કટકા જે શ્વાસનળીની દિવાલ સાથે ચોંટી ગયા હતા અને આજુબાજુ કફ પણ હતો, તે દૂરબીન વડે કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો. આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે, બાળકની શું ગળી ગયું છે અને ક્યારે ગળી ગયો છે, તે કોઈ ને પણ ખ્યાલ નહોંતો.

બાળકની હાલત અત્યંત ગંભીર હતી
બાળકનાં પિતા દીક્ષિતભાઈના જણાવ્યા મુજબ કદાચ એક મહીનાથી પણ વધારે સમય પહેલાં પ્રસાદની શીંગ બાળકે મોંમા નાખી હતી અને ત્યારે ઉધરસ આવી હતી. ત્યારબાદ આવું ગંભીર પરિણામ આવશે તેવી તેમને કલ્પના પણ ન હતી. ફસાયેલ વસ્તુ ખૂબજ ઊંડે શ્વાસનળીમાં છેક ફેફસાંની નજીક હોવાથી બાળકની હાલત અત્યંત ગંભીર હતી.

પરિવારે ડોક્ટરનો આભાર માન્યો
બાળકના જીવનું જોખમ હતું અને આવી જૂની ફસાયેલ વસ્તુ શ્વાસનળીની દિવાલ સાથે ચોંટી જાય ત્યારે તેને કાઢતી વખતે પણ ખૂબજ ધ્યાન રાખવું પડે છે. નહીં તો ફેફસાં અને શ્વાસનળીમાં ઇજા થઇ શકે તેમ હતી. આવી વિકટ પરિસ્થિતિમાં પણ કોઈ પણ જાતના કોમ્પ્લીકેશન વગર આવા અનેક ઓપરેશન કુનેહ પૂર્વક પાર પાડવામાં માહિર એવા ડૉ. હિમાંશુ ઠક્કરે આ સફળ ઓપરેશન કરી માસુમ બાળકને નવજીવન આપતા પરિવારે આભાર માન્યો હતો.


Spread the love

Related posts

3 વર્ષ પૂર્વે કરેલા કોર્ટ મેરેજનો કરૂણ અંજામ:રાજકોટની પરિણીતાએ શંકાશીલ પતિને વીડિયો કોલ કરી ઝેર પી આપઘાત કર્યો હતો, મરવા મજબૂર કરનાર સાસરિયા સામે ફરિયાદ

Team News Updates

કોલેજિયનો બાદ હવે નોકરી કરતાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરવાનું ષડયંત્ર પોલીસે પકડ્યું

Team News Updates

રાજસ્થાનના ડેપ્યુટી CM રાજકોટના પ્રવાસે:લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠક સાથે જીતશે, વિપક્ષોના INDIA ગઠબંધનનું નામ નિશાન નહીં રહે: દિયા કુમારી

Team News Updates