News Updates
NATIONAL

મોદીજી, મણિનગર ફાટક પર બ્રિજ બનાવી આપો:અમદાવાદની 12 વર્ષની સ્ટુડન્ટે વડાપ્રધાનને લેટર લખ્યો, કહ્યું- હું તમારી નાની ફેન છું અને મારી એક નાની માગણી છે

Spread the love

હું તમારી નાની ફેન છું. આમ તો હું તમને હાથો હાથ પત્ર આપવા માગતી હતી, પરંતુ તમારી ઓફિસ સુધી ના આવી શકું એટલે પત્ર લખીને રજૂઆત જણાવી રહી છું. હું પણ મણિનગર રેલવે ફાટક પર રેલવે ઓવરબ્રિજ અથવા બ્રિજનો લોકાર્પણ તમારા હાથોથી થાય તે જોવા ઈચ્છું છું. આમ તો હું બહુ નાની છું, પરંતુ અમારા અમદાવાદના મણીનગરના લોકોની એક મોટી માગ તમારા સમક્ષ મુકું છું. આ શબ્દો છે અમદાવાદની ઘોડાસરમાં રહેતી અને 7માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ખુશ્બુ તૈલીના. જેને પત્ર દ્વારા મણીનગર રેલવે ફાટકના કારણે સેંકડો લોકોને પડતી મુશ્કેલી અંગે નરેન્દ્ર મોદીને અવગત કરાવ્યા છે.

12 વર્ષની બાળકીએ PMને લખેલા પત્રના શબ્દો…
ઘોડાસરમાં રહેતી ખુશ્બુ તૈલી નામની 12 વર્ષની બાળકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં તેણે જણાવ્યું છે કે, પ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, હું તમારા અમદાવાદના ઘોડાસરમાં રહેવાવાળી 12 વર્ષની ખુશ્બુ તેલી ધોરણ સાતમાં અભ્યાસ કરું છું. હું તમારી નાની ફેન છું. પુરા ભારતમાં તમારા અનેક લોકો ફેન છે. તમારી લોકપ્રિયતા સમગ્ર વિશ્વભરમાં વિશ્વ નેતા તરીકેની છે. માનનીય મોદીજી અમદાવાદના મણીનગર રેલ્વે ફાટક પાસેથી જ્યારે પણ માતા-પિતા સાથે ગાડી અથવા બાઇક લઈને જઈએ છે, ત્યારે ફાટક બંધ જ હોય છે. જેના કારણે કેટલીક મિનિટો સુધી ઉભું રહેવું પડે છે અને જ્યારે ફાટક ખુલે ત્યારે ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. આ કારણથી અમે સમયસર જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી શકતા નથી. એ સમજીને હું પત્ર લખી રહી છું. મોદીજી મારી એક નાની માંગણી લેટર દ્વારા માગી રહી છું. આપ ગુજરાત સરકાર અને રેલવે વિભાગ તથા અમદાવાદ મહાનગરપાલિકાને આદેશ કરો કે મણિનગર રેલવે ફાટક પર રેલવે ઓવરબ્રિજ અથવા રેલવે અન્ડરબ્રીજ બનાવવામાં આવે.

‘લોકાર્પણ તમારા હાથોથી થાય તે જોવા ઈચ્છું છું’
હું પ્રથમ વખત તમને આ પત્ર લખી રહી છું. આમ તો હું તમને હાથો હાથ પત્ર આપવા માગતી હતી, પરંતુ તમારી ઓફિસ સુધી ના આવી શકું એટલે પત્ર લખીને રજૂઆત જણાવી રહી છું. જે જરૂરથી સ્વીકાર કરજો. મેં ન્યુઝ ચેનલમાં નાગરિકોને સંબોધન કરતા અનેક પ્રસંગોને નિહાળ્યા છે. તમારા માધ્યમથી વિકાસના અનેક પ્રોજેક્ટ દેશ માટે સમર્પિત અથવા લોકાર્પણની હું સાક્ષી રહી છું. હું પણ મણિનગર રેલવે ફાટક પર રેલવે ઓવરબ્રિજ અથવા બ્રિજનો લોકાર્પણ તમારા હાથોથી થાય તે જોવા ઈચ્છું છું. આમ તો હું બહુ નાની છું, પરંતુ અમારા અમદાવાદના મણીનગરના લોકોની એક મોટી માંગ તમારા સમક્ષ મુકું છું. મને આશા છે કે, આ પત્ર તમે જરૂરથી વાંચશો અને ગુજરાત સરકારને સૂચના આપી રેલવે ઓવરબ્રિજ અથવા અંડરબ્રીજ બનવડાવશો.

મણીનગર રેલ્વે ફાટકનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે બપોરે 43 ડિગ્રી ગરમી હતી. બપોરના 1:40 વાગે ફાટક બંધ થયો હતો, ત્યારે ટ્રેન પસાર થઈ રહી હતી. ટ્રેન 1:45 સુધી પસાર થઈ ગઈ હતી, ત્યારબાદ વાહનચાલકો ઉભા રહ્યા હતા. થોડીવાર બાદ એટલે કે 1:50 એ ફરીથી બીજી ટ્રેન આવી હતી. જે પસાર થયા બાદ 1:53એ ફાટક ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી 2:07એ ટ્રેન આવવાની હોવાથી ફાટક ફરીથી બંધ કરવામાં આવ્યો હતો. જે ટ્રેન પસાર થયા બાદ 2:18 એ ખોલવામાં આવ્યો હતો.

અનેક વખત ફાટક બંધ થતા રાહદારીઓ પરેશાન
​​​​​​​
ટ્રેન આવવાની હોવાના 3થી 4 મિનિટ અગાઉ ફાટક બંધ કરી દેવામાં આવે છે. પાછળ બીજી ટ્રેન આવે ત્યારે પણ ફાટક બંધ રાખવામાં આવે છે. બીજી ટ્રેન પસાર થયા બાદ ત્રીજી ટ્રેન 5થી 7 મિનિટના ગાળામાં હોય તો ફાટક બંધ રાખવામાં આવે છે, પરંતુ 10 મિનિટ કે તેથી વધુ સમય હોય તો ફાટક ખોલી દેવામાં આવે છે. ફાટક ખુલ્યાના 15 મિનિટમાં તો ફાટક ફરીથી 8 મિનિટ જેટલો સમય બંધ રહે છે. આમ દિવસમાં અનેક વખત ફાટક બંધ રહે છે જેના કારણે રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે.

લોકો કાળઝાળ ગરમીનો સામનો કરવા મજબૂર
ફાટક બંધ થાય ત્યારે અનેક વાહન ચાલકો આગળ હોય અને પાછળ કોઈ વાહન ન હોય તો ઝડપથી વૈકલ્પિક રસ્તો શોધીને જતા રહે છે. પરંતુ કોઈ વાહન પાછળ આવી જાય તો વાહનચાલકે ફાટક ખુલવાની રાહ જોવી જ પડે છે. અત્યારે ભર ઉનાળો છે ત્યારે ફાટક ગરમી જોઈને બંધ કરવામાં આવતો નથી, વાહનચાલકો કાળઝાળ ગરમીનો સામનો કરીને પણ ભર તડકે મિનિટો સુધી ઉભા રહે છે. કારચાલકો તો એસીમાં હોય એટલે વાંધો આવતો નથી, પરંતુ ટુ વહીલર ચાલકો ખૂબ જ અકળાઈ જાય છે. જ્યારે ફાટક ખૂલ્લે ત્યારે કોઈ જંગ જીતી હોય તેમ વાહનચાલકો ફટાફટ નીકળે છે, કારણે ફરીથી ફાટક બંધ થવાનો ડર હોય છે. ફાટક બંધ થવા આવે ત્યારે પણ વાહનચાલકો ફાટક બંધ થવાના ડરે ખૂબ જ ઝડપથી ફાટક ક્રોસ કરી લેવા ઈચ્છે છે.

મણીનગર રેલવે ક્રોસિંગ 10-10 મિનિટે બંધ થઈ જાય છે. બંધ થાય એટલે એક બાદ એક ટ્રેન આવે જ છે. સરકારે અહીંયા અંડર બ્રિજ કે ઓવરબ્રિજ બનાવવો જોઈએ. સવારે વહેલા આવો તો પણ બંધ રાત્રે મોડા આવો તો પણ ક્રોસિંગ બંધ જ જોવા મળે છે. નોકરી-ધંધાએ આવવા જવા માટે લેટ પડી જવાય છે અથવા કોઈ કામ માટે નીકળ્યા હોય ત્યારે પણ લેટ થઈ જવાય છે. સમય સાથે પેટ્રોલ અથવા ડીઝલનો પણ બગાડ થાય છે. આ સમસ્યા આજ-કાલની નહીં, પરંતુ વર્ષો જૂની છે.

સાંજના ટાઇમે ખૂબ અગવડતા પડે છે: જીગરભાઈ
​​​​​​​
અન્ય સ્થાનિક દુકાનદાર જીગરભાઈએ જણાવ્યું હતું કે, મારી દુકાન મણિનગર ક્રોસિંગ પાસે છે. અહીંયા ટ્રેનની અવરજવર ખૂબ જ હોવાથી ક્રોસિંગ સતત બંધ રહ્યા કરે છે, તેના માટે કોઈક વિકલ્પ હોવો જોઈએ. રાહદારી અને વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી થાય છે. અત્યારે ગરમીમાં પણ લોકો મુશ્કેલીમાં સામનો કરવો પડે છે તો ક્યારેક એમ્બ્યુલન્સ પણ અટકાઈ જાય છે. આ અંગે સરકાર કોઈ નિવારણ લાવે તો સારું છે. સવારથી સાંજ સુધી ટ્રેનોની ચાલી જાય છે. સાંજના ટાઇમે લોકો નોકરી ધંધેથી છૂટે ત્યારે ટ્રાફિકના કારણે ખૂબ જ હેરાન થાય છે અને ખૂબ જ અગવડતા પડે છે.


Spread the love

Related posts

હિમાચલના શિમલા અને કિન્નોરમાં ભૂસ્ખલન:મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક શહેરોમાં પાણી ભરાયા; તેલંગાણામાં એક સપ્તાહમાં 8 લોકોના મોત

Team News Updates

શરદ પવાર કોંગ્રેસના પગલે, પદ છૂટતું નથી:NCPમાં હવે પોતે જ અધ્યક્ષ, પ્રફુલ્લ પટેલે ગણાવ્યા સૌથી મોટા કદના નેતા

Team News Updates

ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ભાજપે રાજસ્થાનમાં ચૂંટણીના સહ પ્રભારી બનાવ્યા

Team News Updates