News Updates
NATIONAL

અનેક મુસાફરો બેભાન એર ઈન્ડિયાના વિમાનમાં: AC બંધ હાલતમાં વિમાનમાં બેસાડી રાખ્યા 8 કલાક સુધી

Spread the love

દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે (30 મે), એર ઈન્ડિયાની ફ્લાઈટ ​​​​​​મુસાફરોને બેસાડ્યા બાદ 8 કલાક મોડી પડી હતી. ભીષણ ગરમીમાં 8 કલાક સુધી AC બંધ હાલતમાં વિમાનમાં મુસાફરોને બેસાડી રાખવામાં​​​​​​​આવ્યા હતા, જેના કારણે અનેક મુસાફરોને બેભાન થઈ ગયા હતા. લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા બાદ તમામને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મામલો એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 183નો છે, જે ગઈ કાલે બપોરે 3:20 વાગ્યે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જવાની હતી. આ ફ્લાઇટ હવે લગભગ 20 કલાકના વિલંબ સાથે આજે ઉપડશે. ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એર ઈન્ડિયાને ટેગ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

સ્વેતા પુંજ નામના પેસેન્જરે શુક્રવારે (31 મે) ના રોજ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમને મોડી રાત્રે હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આજે સવારે 8 વાગ્યે એરપોર્ટ પહોંચવાની જાણ કરવામાં આવી હતી. હવે અમે એરપોર્ટ પર પહોંચી ગયા છીએ, અમને પાછા હોટેલ પર જવાનું કહેવામાં આવ્યું છે. બે કલાકમાં મુસાફરો એરપોર્ટ પર પહોંચ્યાને 24 કલાક થઈ જશે.

અભિષેક શર્મા નામના એક્સ યુઝરે જણાવ્યું કે તેના માતા-પિતા ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે. ગુરુવારે (30 મે) લોકોને AC બંધ હાલતમાં વિમાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. બાદમાં પછી તેમને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા અને તેમને ટર્મિનલમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહીં કારણ કે ઇમિગ્રેશન પહેલેથી જ થઈ ચૂક્યું હતું.

અભિષેકે શુક્રવારે (31 મે) સવારે જણાવ્યું કે મુસાફરોને રાત્રે 2 વાગ્યે હોટલના રૂમ આપવામાં આવ્યા હતા. નવો બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ફ્લાઈટ આજે સવારે 11 વાગ્યે ઉપડશે. મારા માતા-પિતા એરપોર્ટ પર આવી ગયા છે, પરંતુ લાગે છે કે આ ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયા તરફથી કોઈ મદદ કરી રહ્યું નથી.


Spread the love

Related posts

ભારે પવન સાથે વરસાદની આગાહી આગામી 24 કલાકમાં , દેશના કેટલાક રાજ્યમાં હીટવેવની સંભાવના

Team News Updates

Googleમાં 2 કરોડના પેકેજ સાથે મેળવી નોકરી!ભારતના છોકરાએ કર્યો કમાલ

Team News Updates

Jammu Kashmir:સ્કૂલનાં વિદ્યાર્થીઓ સહિત બોર્ડમાં 11 લોકો હતા, 7ને બચાવ્યા,4નાં મોત ;શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી

Team News Updates