જો તમને અત્યારે સોનું ખરીદવું મોંઘુ લાગી રહ્યું છે તો આ સમાચાર વાંચીને તમને આશ્ચર્ય થશે કારણ કે જાણીતી બ્રોકરેજ ફર્મે એક એવી સ્ટ્રેટેજી સૂચવી છે જેની મદદથી તમને સોના પર કમાણી મળશે. ફર્મે જણાવ્યું છે કે સોનાની કિંમત કેટલી વધી શકે છે? અને તમારે કયા ભાવે સોનું ખરીદવું જોઈએ?

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે રોકાણકારોને સોના માટે ‘ઘટાડા પર ખરીદારી’ની વ્યૂહરચના અપનાવવાની સલાહ આપી છે અને એ પણ જણાવ્યું છે કે દરેક 10 ગ્રામ સોના પર અઢળક નફો કેવી રીતે થશે!
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે સોના અંગે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે અને તેણે સ્થાનિક બજાર માટે સોનાના સંભવિત લક્ષ્યાંકને વધારીને રૂપિયા 81,000 પ્રતિ 10 ગ્રામ કર્યો છે.
બ્રોકરેજ ફર્મે સોના માટે ‘ઘટાડા પર ખરીદારી’ની ભલામણ કરી છે જેમાં તેને રૂપિયા 69,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ સોનું ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આ રીતે, તમે દરેક 10 ગ્રામ સોના પર સારો નફો કરી શકો છો.
COMEX માટે MOFSLનું લક્ષ્ય $2650 પ્રતિ ઔંસ છે જ્યારે તેને $2250 પ્રતિ ઔંસના ભાવે ખરીદવાની સલાહ આપવામાં આવે છે. કંપનીનો સકારાત્મક દૃષ્ટિકોણ મજબૂત સ્થાનિક માંગ અને ભૌગોલિક રાજકીય તણાવ પર આધારિત છે જે સોના માટે જોખમ પ્રીમિયમ વધારી રહ્યું છે.
હાલમાં ભારતમાં સોનાની કિંમત લગભગ સ્થિર છે.આરવ બુલિયન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 74494 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. MCX પર સોનાનો ભાવ 72395 રૂપિયા છે.