ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે ટોપ-4 ટીમ લખનઉ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાશે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આજની મેચમાં જે ટીમ જીતશે તે નંબર-2 પર આવશે.
એક તરફ મુંબઈ કોઈપણ માર્જિનથી જીતશે તો નંબર-2 બની જશે, જ્યારે આ માટે લખનઉને મોટા માર્જિનથી જીતવું પડશે.
મુંબઈને નંબર-2 પર આવવાની તક છે
મુંબઈ ઈન્ડિયન્સ અત્યારે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર છે. તેમના 12 મેચમાં 7 જીત અને 5 હારથી 12 પોઇન્ટ્સ છે. જો ટીમ આજની મેચ જીતશે તો તે ચેન્નાઈને પાછળ છોડીને નંબર-2 પર આવી જશે.
લખનઉ સામે ટીમના 4 વિદેશી ખેલાડીઓ કેમરૂન ગ્રીન, જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ અને ક્રિસ જોર્ડન હોઈ શકે છે.
લખનઉ મુંબઈને પાછળ છોડી દેશે
લખનઉ હાલ પોઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબર પર છે. તેમના 12 મેચમાં 6 જીત, 5 હાર અને એક અનિર્ણિત સાથે 13 પોઇન્ટ્સ છે. આજની મેચ મોટા માર્જિનથી જીતવા પર ટીમ મુંબઈ તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સથી આગળ નીકળી જશે અને નંબર-2 પર પહોંચી જશે.
મુંબઈ સામે ટીમના 4 વિદેશી ખેલાડીઓ નિકોલસ પૂરન, ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ અને કાઇલ મેયર્સ હોઈ શકે છે.
હેડ ટુ હેડ રેકોર્ડમાં બન્ને વચ્ચે ટાઇ!
IPLમાં બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે. આમાં બન્નેએ 1-1 વખત જીત મેળવી હતી. બન્ને મેચ ગત સિઝનમાં થઈ હતી, આ સિઝનમાં બન્ને ટીમ પહેલીવાર આમને સામને ટકરાશે.
પિચ રિપોર્ટ
લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચ આ વખતે ઘણી ધીમી છે. સ્પિનરોને અહીં ઘણી મદદ મળી રહી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમને ફાયદો છે. આ સિઝનમાં અહીંનો સરેરાશ સ્કોર પણ 132 રનનો રહ્યો છે.
હવામાન સ્થિતિ
લખનૌમાં આજે રાત્રે હવામાન ગરમ રહેશે, વરસાદ નહીં પડે. તાપમાન 34થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
લખનઉ સુપરજાયન્ટ્સ: કૃણાલ પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કાઇલ મેયર્સ, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, યશ ઠાકુર અને અમિત મિશ્રા.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: યુદ્ધવીર સિંહ ચરક, નવીન ઉલ હક, આયુષ બદોની, કૃષ્ણપ્પા ગૌતમ અને દીપક હુડા.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ, કેમરૂન ગ્રીન, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયુષ ચાવલા અને જેસન બેહરેનડોર્ફ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: અર્શદ ખાન, ટ્રીસ્ટન સ્ટબ્સ, આકાશ મેઢવાલ, તિલક વર્મા અને રિલી મેરેડિથ.