News Updates
NATIONAL

KD હોસ્પિટલ પર સાયબર એટેક:રેન્સમવેર વાઇરસથી સર્વર હેક કરી બીટકોઇનમાં 70 હજાર ડોલરની માગ કરાઈ, CCTV ફૂટેજ સહિતનો ડેટા ગાયબ

Spread the love

અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં રેન્સમવેર એટેક થયો છે. રેન્સમવેર એટેક થવાને કારણે હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ ગયું છે. સાયબર એટેક કરીને હોસ્પિટલ પાસે 70,000 ડોલર બીટકોઈનમાં ટ્રાન્સફર કરવા માગણી કરવામાં આવી છે. આ અંગે જાણ થતાં કે.ડી હોસ્પિટલ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે કે.ડી. હોસ્પિટલમાં અનેક VIP અને VVIP દર્દીઓ દાખલ થઈ ચૂક્યા છે, જેમનો ડેટા પણ હોસ્પિટલમાં છે.

અમે પૈસા ટ્રાન્સફર કરવાની સલાહ નથી આપતા: SP અમિત વસાવા
અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાએ જણાવ્યું હતું કે રેન્સમવેર એટેક એક પ્રકારનો વાઇરસ હોય છે. આ વાઇરસ સિસ્ટમમાં આવતાં જ સિસ્ટમમાં ફેલાઈ જાય છે. સિસ્ટમની તમામ ફાઇલ લોક કરી દે છે. આ ફાઇલ ખોલવા પૈસાની માગણી કરવામાં આવે છે. સ્ક્રીન પર જ ફાઇલ આવી જાય છે, જેમાં બીટકોઇનનું એડ્રેસ આવે છે એમ પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે, પરંતુ અમે ક્યારેય પૈસા ટ્રાન્સફર કરવાની સલાહ આપતા નથી. કે.ડી. હોસ્પિટલની સિસ્ટમ સારી છે તેમની પાસે બેકઅપ પણ છે. ટૂંક સમયમાં સિસ્ટમ શરૂ થઈ જશે. અમારી ટીમ પણ કે.ડી. હોસ્પિટલની મદદ કરી રહી છે. આ મામલે કે.ડી. હોસ્પિટલની ફરિયાદ નોંધવાની તજવીજ પણ ચાલુ છે.

હોસ્પિટલનું સર્વર ડાઉન કરાયું
વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે.ડી. હોસ્પિટલમાં રેન્સમવેર એટેક થતાં હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ ગયું છે. હોસ્પિટલની ફાઇલ, દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઈ ગયા છે. સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવવામાં આવ્યું છે. સાયબર એટેક કરી 70 હજાર ડોલરની માગણી પણ કરવામાં આવી છે. 70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્સફર કર્યા બાદ જ ડેટા પરત મળશે એવું જણાવવામાં આવ્યું છે. આ એટેક થતાં જ હોસ્પિટલ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

‘રેન્સમવેર’ શું છે?
‘રેન્સમવેર’ એક પ્રકારનો ‘માલવેર’ છે. એનો ઉપયોગ સંસ્થાના દસ્તાવેજો ચોરવા અને પછી તેમની પાસે ખંડણી માગવા માટે થાય છે. ‘માલવેર’ ખરેખર એક શંકાસ્પદ સોફ્ટવેર છે, જેને કોમ્પ્યુટર વાઈરસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અગાઉ ગુજરાતની કંપનીઓ રેન્સમવેરનો ભોગ બની હતી
ગુજરાતમાં કંપનીઓ, પેઢીઓ, હોસ્પિટલ કે પછી ઓનલાઈન બિઝનેસ પોર્ટલ સહિતના કોમ્પ્યુટર નેટવર્ક મારફત તમારા નજીક આવીને હુમલો કરવા લાગ્યા છે. ગુજરાતની કંપનીઓ હાલ આ પ્રકારના રેન્સમવેરનો ભોગ બની રહી છે. જે કંપનીઓના કે પછી કોઈ વ્યક્તિના બિઝનેસ, રિસર્ચ, અભ્યાસ કે તેવા મહત્ત્વના કોમ્પ્યુટર નેટવર્કને બ્લોક કરીને પછી એમાં ઓનલાઈન ખંડણી માગે છે. તે બીટકોઈનથી લઈને ક્રિપ્ટોકરન્સી પછી ડિજિટલ મની મારફત મેળવે છે. વ્યાપારી કંપનીઓના કોમ્પ્યુટર નેટવર્ક પર ઓચિંતા જ આ પ્રકારનો હુમલો આવે છે. એમાં તેનું નેટવર્ક ખૂલતું નથી અથવા તો મહત્ત્વની ઓનલાઈન ફાઈલો પણ ખૂલતી નથી અને એનો ડેટા પણ ‘હેક’ કરીને લોક કરી દેવાય છે. તમારો ડેટા પરત જોઈતો હોય તો નાણાં ચૂકવો એવી ધમકી આપવામાં આવતી હોય છે.

ગયા વર્ષે 79 સાયબર એટેક
ગુજરાતમાં 2022માં જ આ પ્રકારે 79 સાયબર એટેક નોંધાયા હતા, જેમાં મુખ્યત્વે વડોદરા, સુરત અને અમદાવાદની કંપનીઓ ટાર્ગેટ બની હતી. આ માટે જાણીતી રેન્સમવેર પ્રોફાઈલ પણ જાહેર થઈ હતી, જેમાં STOP રેન્સમવેર જે હવે DJVU/STOP તરીકે જાણીતી બની હતી. ઉપરાંત એમાં * -neer, * QMAK * JJWW * MPPA વિ. સામેલ હતી, જેમાં ક્યારેક ડેટા પબ્લિક કરી દેવાની પણ ધમકી અપાય છે અથવા એના તમામ બિઝનેસ વ્યવહારો અટકી પડે એ રીતે ડેટા બ્લોક કરી દેવાય છે, જેથી બિલિંગ- પેમેન્ટ સહિતની સિસ્ટમ ખોરવાય છે. મોટા ભાગે બીટકોઈનમાં નાણાંની વસૂલાત થાય છે. આ ઉપરાંત MEDUSA રેન્સમવેર એ મોટા કોર્પોરેટને જ બનાવે છે અને તે એકસાથે અનેક નેટવર્કને ‘જામ’ કરવાની તાકાત ધરાવે છે, જેથી કંપની તેના વૈકલ્પિક નેટવર્કનો પણ ઉપયોગ કરી શકતી નથી.


Spread the love

Related posts

 5 વાર કરડ્યો સાપ  30 દિવસમાં આ યુવકને સાપ, ઘર છોડીને માસીને ઘરે રહેવા ગયો તો ત્યાં પણ કરડ્યો

Team News Updates

 તમે જલ્દી ધનવાન બનવા માંગતા હોવ તો કરો કાજુની ખેતી, આ રીતે થશે તમારી આવક

Team News Updates

નૂંહમાં VHP યાત્રા મામલે મક્કમ, માત્ર જળાભિષેકની મંજુરી:પોલીસ 30 લોકોને લઈને નલહરેશ્વર મંદિરે જવા નીકળી, અયોધ્યાના સંતને અટકાવાયા; બજાર- સ્કૂલ બંધ

Team News Updates