News Updates
BUSINESS

SBIના ચોથા ક્વાર્ટરના પરિણામો:Q4FY23માં નેટ પ્રોફિટ 83% વધીને ₹16,694 કરોડ થયો, બેન્ક ₹11.30 પ્રતિ શેર ડિવિડન્ડ ચૂકવશે

Spread the love

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના Q4FY23 એટલે કે ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)ના પરિણામો 18 મેના રોજ જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં બેન્કનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 83.18% વધીને રૂ. 16,694.51 કરોડ થયો છે.

બેંક શેર દીઠ ₹11.30 ડિવિડન્ડ આપશે
ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં બેન્કે રૂ. 9,113.53 કરોડનો નફો નોંધાવ્યો હતો. બીજી તરફ, ત્રિમાસિક ધોરણે બેંકનો ચોખ્ખો નફો 17.52% વધ્યો છે. SBIના બોર્ડે તેના રોકાણકારોને શેર દીઠ રૂ. 11.30ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ડિવિડન્ડની ચૂકવણીની તારીખ 14 જૂન નક્કી કરવામાં આવી છે. બેંકે એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી આપી છે.

વ્યાજની આવક 92,951 કરોડ હતી
SBIની વ્યાજની આવક Q4FY23માં રૂ. 92,951.06 કરોડ હતી, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 70,733.25 કરોડ હતી. બેંકનો નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) રેશિયો ચોથા ક્વાર્ટરમાં 1.02%થી વધીને 0.67% ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર (QoQ) અને 0.77% વાર્ષિક ધોરણે (YoY) થયો છે.

ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને 2.78% થયો
બેંકનો ગ્રોસ એનપીએ રેશિયો Q3FY23માં 3.14% અને Q4FY22માં 3.97%થી ઘટીને 2.78% થયો છે. માર્ચ ક્વાર્ટરમાં બેન્કના પ્રોવિઝન્સ અને કન્ટીજન્સીસ 54.19% ઘટીને રૂ. 3,315.71 કરોડ થયા છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 7,237.45 કરોડ હતા.

ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો ઘટીને 0.66% થયો
SBIનો ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો ચોથા ક્વાર્ટરમાં થોડો ઘટીને 0.66% થયો હતો જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં (Q4FY22) 0.71% હતો. Q4FY23માં બેંકનો કુલ ખર્ચ 30.84% વધીને રૂ.82,291.35 કરોડ થયો છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ.62,896.57 કરોડ હતો.


Spread the love

Related posts

23 વર્ષ પહેલા જે કંપનીએ બદલ્યું હતું ગૌતમ અદાણીનું નસીબ, શું હવે તે વેચાઈ જશે ?

Team News Updates

કેવિઅરે 24 કેરેટ ગોલ્ડથી ડિઝાઇન કર્યો આઇફોન:કિંમત 6.11 લાખ રૂપિયાથી શરૂ,12 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યો iPhone-15

Team News Updates

JSW Infrastructure IPO : 25 સપ્ટેમ્બરે વધુ એક IPO ખુલશે, જાણો પ્રાઈસબેન્ડ સહિતની વિગતવાર માહિતી

Team News Updates