મેમોગ્રાફી એ એક મહત્વપૂર્ણ પરીક્ષણ છે જે નિયમિત તબીબી પરીક્ષાઓ અને સ્તન સ્વ-પરીક્ષણ સાથે સ્તન કેન્સરની પ્રારંભિક તપાસમાં મદદ કરે છે. આ ટેસ્ટમાં ડૉક્ટર સ્તનનો એક્સ-રે લે છે.
મેમોગ્રાફી એ એક એક્સ-રે છે જે સ્તનની તપાસ કરવા માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ સ્તન કેન્સરને શોધવા માટે થાય છે. મેમોગ્રાફી એ એક મહત્વપૂર્ણ પરીક્ષણ છે જે નિયમિત તબીબી પરીક્ષાઓ અને સ્તન સ્વ-પરીક્ષણ સાથે સ્તન કેન્સરની પ્રારંભિક તપાસમાં મદદ કરે છે. આ ટેસ્ટમાં ડૉક્ટર સ્તનનો એક્સ-રે લે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, 40 થી 50 વર્ષની ઉંમર સુધી દર બીજા વર્ષે, સ્તન કેન્સર માટે ટેસ્ટિંગ કરવાવું જોઇએ.
મહિલાઓએ 40 થી 50 વર્ષની ઉંમર સુધી દર બીજા વર્ષે સ્તન કેન્સરનું ચેકઅપ અને સ્ક્રીનીંગ કરાવવું જોઈએ. 2016ના રિપોર્ટ અનુસાર, 50 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને સ્તન કેન્સરનું જોખમ વધારે છે. એટલા માટે સમય સમય પર તેમની તપાસ કરાવવી અને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
જો સમયસર સ્તન કેન્સરની ખબર પડી જાય તો 98% જેટલું જોખમ ઘટી જાય છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓએ 40ની ઉંમર બાદ દર વર્ષે મેમોગ્રામ (એક પ્રકારની તપાસ) ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. સમાચારમાં જોન હોપકિન્સ મેડિસિન, ધ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી (1990-2016), રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટીટ્યુટ એન્ડ રિસર્ચ સેન્ટરના તથ્યો પણ સામેલ કરવામાં આવ્યા છે.
સ્તન કેન્સરના લક્ષણો
જાણકારી માટે તમને જણાવી દઈએ કે મેમોગ્રામ દ્વારા નિયમિત તપાસ કર્યા પછી, તે જાણી શકાય છે કે સ્તન કેન્સર છે કે નહીં. જો કે, કેટલાક લોકોમાં, હાથની નીચે ગઠ્ઠો, સ્તનની નિપ્પલનો રંગ બદલવો, જેવા ઘણા ફેરફારો પ્રારંભિક લક્ષણોમાં જોવા મળે છે. ઘણી વખત એવું બને છે કે જેમના બ્રેસ્ટ કેન્સર છેલ્લા સ્ટેજમાં હોય તેમને જ આ બીમારી વિશે ખબર પડે છે. અથવા ઘણા લોકો અન્ય લક્ષણો પણ અનુભવે છે, જેમકે ગાંઠનો રંગ બદલો, હાથમાં દુખાવો, પ્રવાહી નીકળવું વગેરે.
આ ટેસ્ટ પણ જરૂરી
હોર્મોનલ પરીક્ષણ
સ્ત્રીઓમાં ઉંમરની સાથે હોર્મોનલ ફેરફારો થાય છે. જો કે નિષ્ણાતો દર ત્રણ મહિને હોર્મોનલ ચેકઅપ કરાવવાની ભલામણ કરે છે, પરંતુ ખાસ કરીને 40 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી, હોર્મોન્સનું પરીક્ષણ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ઉંમરે હોર્મોન્સ વધુ બદલાય છે.
કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ટેસ્ટ
તમે ઘરે પણ સરળતાથી બ્લડ પ્રેશરને નિયમિતપણે મોનિટર કરી શકો છો. હૃદયના સ્વાસ્થ્ય માટે યોગ્ય બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ખૂબ જ જરૂરી છે. 40 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી, દર 2 મહિને તેની તપાસ કરવી જોઈએ.
સુગર અને થાઇરોઇડ પરીક્ષણ
ઉંમર વધવાની સાથે શરીર નબળું પડી જાય છે અને અનેક પ્રકારની બીમારીઓ પણ તેને ઘેરી લે છે. સુગર અને થાઈરોઈડ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. થાઈરોઈડની સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. 40 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી એકવાર તેની તપાસ કરાવવી પણ જરૂરી છે.