News Updates
BHAVNAGARGUJARAT

ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

Spread the love

ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારીશ્રી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પના સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે જણાવેલ સ્થળે સંપર્ક સાધવાનો રહેશે.

આ નામ નોંધણી કેમ્પ સિહોર તાલુકાના પથિકાશ્રમ ખાતે ૭ તારીખે, ગારિયાધાર તાલુકામાં સરકારી આરામગૃહ ખાતે ૧૨ તારીખે, મહુવા તાલુકાના સરકારી આરામગૃહ ખાતે ૧૩ તારીખે, ઘોઘા તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૯ તારીખે, તળાજા તાલુકા સરકારી આરામગૃહ ખાતે ૨૨ તારીખે અને પાલીતાણા તાલુકાના પથિકાશ્રમ ખાતે ૨૮ તારીખે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

જે ઉમેદવારોએ રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ છે. તે દરેક ઉમેદવારોએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં “અનુબંધમ” પોર્ટલ વેબસાઇટ www.anubandham.gujarat.gov.in પર પોતાની નોંધણી કરાવવી ફરજિયાત છે. રોજગાર કચેરીના દફતરે નોંધાયેલ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાની નામનોંધણી “અનુબંધમ પોર્ટલ” પર કરવાની રહેશે. વધુમાં વધુ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ આ કેમ્પનો લાભ લેવા મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

DWARKA:અનંત પ્રેમની અધ્યાત્મ યાત્રા;શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ,પાંચ રાજ્યના 200થી વધુ કલાકારોએ મનમોહક કૃતિઓ રજૂ કરી

Team News Updates

વલસાડ : પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Team News Updates

ઉત્તર ગુજરાતમાં પશુ ચરબી વાળુ ઘી વેચાય છે? ગાયના ઘીના નમૂનામાં ચોંકાવનારો રિપોર્ટ

Team News Updates