આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંઘને ગુજરાત યુનિવસિર્ટીએ મેટ્રો કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગતા યુનિવર્સિટીની બદનક્ષી થતાં આ કેસ કરવામાં આવ્યો છે. કેસની ટ્રાયલનાં દિવસે કેજરીવાલ વતી તેમના વકીલો રહેશે હાજર રહ્યા હતા.
રાહત આપવા કેજરીવાલે અરજી કરી હતી
નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ કરી હતી. આ મુદ્દે કેસના આરોપી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કરી અરજી હતી. જેમાં કેસની ટ્રાયલ દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી રાહત આપવા કરી માંગ કરી હતી. અગાઉ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને હાજર રહેવા હુકમ કર્યો હતો.
કેજરીવાલ હાજર ન રહેતા કોર્ટે ટકોર કરી
કેજરીવાલની અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે, આરોપી હાજર ક્યારે રહી શકશે? ત્યારે કેજરીવાલના વકીલ તરફથી લાંબી મુદત માંગતા કોર્ટે કરી ટકોર હતી કે, MP-MLA સામે ઝડપી ટ્રાયલ ચલાવવાનો પરિપત્ર છે, માટે વહેલી તકે તેમને હાજર કરવામાં આવે છે. દલીલોને અંતે કોર્ટે 13 જુલાઈનાં ફરજિયાત હાજર રહેવા હુકમ બંનેને ફરમાન કર્યુ હતું.
કેજરીવાલ સામે યુનિવર્સિટી મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીના વિવાદમાં અરવિંદ કેજરીવાલને દંડ તો ફટકારાયો પણ હજુ તેમની મુશ્કેલીનો અંત આવ્યો નથી. ગુજરાત યુનિવર્સિટીએ યુનિવર્સિટીની છબી ખરાબ કરવા મામલે અરવિંદ કેજરીવાલ સામે બદનક્ષીનો દાવો કર્યો હતો. આ કેસમાં અરવિંદ કેજરીવાલની સાથે સંજય સિંહ પણ આરોપી છે. બંનેને અગાઉ સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
અમદાવાદની મેટ્રો કોર્ટે વધુ એક સમન્સ ઇસ્યુ કર્યું
ગુજરાતમાં એક તરફ બિહારના ડેપ્યુટી CMની કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પણ અમદાવાદની મેટ્રો કોર્ટે આજે વધુ એક સમન્સ ઇસ્યુ કર્યું છે. આ અગાઉ પણ મેટ્રો પોલિટન કોર્ટે ગત સુનાવણીમાં CRPC-204 મુજબ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરાયું હતું પણ તેઓ હાજર રહ્યા ન હતા અને તેના કારણે તેમને સાતમી જૂને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. અરજદારના વકીલ અમિત નાયકે કહ્યું હતું કે એવું લાગે છે કે અગાઉના સમન્સમાં વધુ સ્પષ્ટતા નથી, આથી જજે બંને આરોપીઓને ફરિયાદની નકલો સાથે નવેસરથી સમન્સ પાઠવવાનો આદેશ કર્યો છે. સુનાવણીની આગામી તારીખ 7 જૂન નક્કી કરવામાં આવી છે.
યુનિવર્સિટી સામે ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં સમન્સ જારી કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ કથિત કટાક્ષપૂર્ણ અને બદનક્ષીભર્યાં નિવેદનો બદલ અમદાવાદની એક અદાલતે 15 એપ્રિલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને ગુજરાત યુનિવર્સિટી સામે ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં સમન્સ જારી કર્યું હતું. અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવટિયાની કોર્ટે આજ રોજ ‘આપ’ના બંને નેતાઓને સમન્સ પાઠવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ-500 (બદનક્ષી) હેઠળ પ્રથમ દર્શનીય કેસ હોવાનું જણાતાં કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહને સમન્સ જારી કર્યું હતું.
કોર્ટે કેજરીવાલના નામ આગળથી ‘મુખ્યમંત્રી’ હટાવવાનો પણ આદેશ આપ્યો હતો
કોર્ટે આ કેસના શીર્ષકમાં કેજરીવાલના નામમાંથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવવાનો આદેશ પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ નિવેદનો તેમણે વ્યક્તિગત રૂપે આપ્યા છે. કેજરીવાલ અને સિંહની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે ગુજરાત હાઈકોર્ટે મુખ્ય માહિતી કમિશનરને આદેશ આપ્યો હતો કે તેઓ ગુજરાત યુનિવર્સિટી (જીયુ)ને પીએમ નરેન્દ્ર મોદીની ડીગ્રી વિશે માહિતી પૂરી પાડવા જણાવે છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, બંનેએ એક પત્રકાર પરિષદમાં અને તેમના ટ્વિટર હેન્ડલ્સ પર પીએમ મોદીની ડીગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવતાં ‘અપમાનજનક’ નિવેદનો આપ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીને નિશાન બનાવતી તેમની ટિપ્પણીઓ બદનામી કરનારી છે અને સંસ્થાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે, જેમણે લોકોમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે.