News Updates
ENTERTAINMENT

બેકહામની ટીમ સાથે મેસ્સીનો કરાર:અમેરિકાની મેજર લીગ સોકર ટીમ ઇન્ટર મિયામીમાં જોડાશે

Spread the love

લિયોનેલ મેસ્સી મેજર લીગ સોકર ટીમ ઈન્ટર મિયામીમાં જોડાયો છે. ખુદ મેસ્સીએ આ વાતની પુષ્ટિ કરી છે. મેસ્સીનો ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ-જર્મેન સાથેનો કરાર 30 જૂને સમાપ્ત થશે. મેસ્સીએ PSG (પેરિસ સેન્ટ-જર્મન) માટે તેની છેલ્લી મેચ શનિવારે લીગ 1માં ક્લેર્મોન્ટ ફૂટબોલ ક્લબ સામે રમી હતી.

અહેવાલો અનુસાર, મેસ્સીને સાઉદી લીગના ઇતિહાસમાં સૌથી વધુ પૈસાની ઓફર મળી હતી, પરંતુ તેણે તે ઓફર સ્વીકારી નહોતી. બાર્સેલોના ક્લબ પણ મેસ્સી માટે પરત ફરવાનો રસ્તો શોધી રહી હતી. જોકે, ડેવિડ બેકહામની ટીમ ઇન્ટર મિયામી અને મેસ્સીએ હજુ સુધી આ ડીલ અંગે વધુ માહિતી શેર કરી નથી.

બુધવારના રોજ ફૂટબોલ જગતમાં ઘણી વધુ ટ્રાન્સફર જોવા મળી હતી. બેન્ઝેમાએ રિયલ મેડ્રિડ છોડ્યા બાદ અલ-ઇત્તિહાદ સાથે બે વર્ષનો કરાર કર્યો છે. અલ ઇત્તિહાદ તેને 2 વર્ષ દરમિયાન એક સીઝન માટે 1,768 કરોડ રૂપિયા આપશે. એવું માનવામાં આવે છે કે અલ ઇત્તિહાદે ફ્રાન્સના એન’ગોલો કાંટે સાથે પણ જોડાણ કર્યું છે. અલ ઇત્તિહાદે તેને 883 કરોડ રૂપિયા આપ્યા હતા. તો, બેન્ઝેમાની ગેરહાજરી પૂરી કરવા માટે, રિયલ મેડ્રિડે ડોર્ટમંડ સાથે 910 કરોડ રૂપિયાનો કરાર કર્યો.

નવા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી
હકીકતમાં, લિયોનેલ મેસ્સીનો પેરિસ સેન્ટ-જર્મન સાથેનો કરાર 30 જૂને સમાપ્ત થાય છે. PSGએ મેસ્સીને નવો કરાર રજૂ કર્યો હતો, પરંતુ મેસ્સીએ તેના પર હસ્તાક્ષર કર્યા નહોતા. મેસ્સીએ આ સિઝનમાં PSG માટે 21 ગોલ અને 20 આસિસ્ટ કર્યા છે.

મેસ્સી અને PSG વચ્ચે અણબનાવના અહેવાલો હતા
ઘણા સમયથી તેની અને PSG ક્લબ વચ્ચે અણબનાવના સમાચાર પણ સામે આવી રહ્યા હતા. થોડા દિવસો પહેલા, મેસ્સી પર સાઉદી અરેબિયાના પ્રવાસ માટે ક્લબે બે અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં મેસ્સીએ ક્લબની માફી માગી હતી.


Spread the love

Related posts

Parineeti Raghav Wedding: 23 સપ્ટેમ્બરથી શરૂ થશે પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિ, જુઓ વેડિંગ કાર્ડ

Team News Updates

નૈનીતાલ અને મસૂરીને ભૂલી જશો, ઉત્તરાખંડમાં આ ઓફબીટ હીલ સ્ટેશનની મુલાકાત લો

Team News Updates

રાજવીર દેઓલે ભાઈ કરણની ફ્લોપ ડેબ્યૂ વિશે વાત કરી:કહ્યું,’હું નસીબદાર છું કે મને પરિવારના પ્રોડક્શન હાઉસની બહાર લોન્ચ કરવામાં આવ્યો’

Team News Updates