‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ધૂમ કમાણી કરી રહી છે. ફિલ્મે મંગળવારે 7.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું કુલ કલેક્શન 60.22 કરોડ રૂપિયા થઈ ગયું છે. અઠવાડિયાના દિવસો છતાં ફિલ્મ સારી કમાણી કરી રહી છે.
જો કે રવિવારની સરખામણીમાં સોમવાર અને મંગળવારના રોજ કલેક્શનમાં થોડો ઘટાડો થયો છે, તેમ છતાં પ્રથમ પાંચ દિવસમાં ફિલ્મની કુલ કમાણી ખરાબ ના કહી શકાય.
ફિલ્મને વર્ડ ઑફ માઉથ પબ્લિસિટી અને સકારાત્મક પ્રતિસાદનો ફાયદો થયો
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મતે ફિલ્મ બીજા વીકેન્ડમાં પણ સારો ગ્રોથ બતાવી શકે છે. કરણ જોહરની આ ફેમિલી ડ્રામા ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે.
થિયેટરોમાં ભીડ જોઈ શકાય છે. ફિલ્મને લઈને ઘણી માઉથ પબ્લિસિટી થઈ રહી છે. તેની અસર ફિલ્મના કલેક્શનમાં જોવા મળી શકે છે.
રણવીર સિંહની છેલ્લી બે ફિલ્મોની ઠીક રહી, હવે રોકી-રાની પાસેથી અપેક્ષાઓ
રણવીર સિંહની છેલ્લી બે ફિલ્મો સુપર ફ્લોપ રહી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત સર્કસ માત્ર 35.65 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. જયેશભાઈ જોરદારની હાલત તેના કરતા વધુ ખરાબ હતી. તેણે બોક્સ ઓફિસ પર માત્ર 15.59 કરોડ રૂપિયાની કમાણી કરી. ’83’ અને ‘ગલી બોય’ જેવી ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો હતો.
હવે રણવીરને ‘રોકી ઔર રાનીની પ્રેમ કહાની’થી ઘણી આશાઓ છે. ફિલ્મે પ્રથમ વીકએન્ડ સારો પસાર કર્યો છે. આવનારા દિવસોમાં ફિલ્મ કેટલી કમાણી કરશે તે જોવું રહ્યું.
આલિયા ભટ્ટની અગાઉની ફિલ્મોનો રેકોર્ડ 50-50 હતો
આલિયા ભટ્ટની છેલ્લી કેટલીક ફિલ્મો હિટ રહી છે. તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું કલેક્શન 257.44 કરોડ હતું. જોકે ફિલ્મના બજેટ પ્રમાણે કલેક્શન સારું નહોતું. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ચોક્કસપણે હિટ સાબિત થઈ. આ સિવાય ‘રાઝી’ સુપરહિટ રહી હતી, પરંતુ કલંક ફ્લોપ રહી હતી.
178 કરોડમાં બનેલી આ ફિલ્મે રિલીઝ પહેલા 160 કરોડની કમાણી કરી હતી
આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ તેના બજેટના 90% રિકવર કરી ચૂકી છે. ફિલ્મનું કુલ બજેટ 178 કરોડ રૂપિયા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ડિજિટલ રાઇટ્સમાંથી રૂ. 80 કરોડ અને સેટેલાઇટ રાઇટ્સમાંથી રૂ. 50 કરોડની કમાણી કરી છે.
આ સિવાય મેકર્સે તેના મ્યુઝિક રાઈટ્સ 30 કરોડ રૂપિયામાં વેચ્યા છે. આ તમામ સહિત અત્યાર સુધીમાં 160 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. આ સિવાય ફિલ્મે બોક્સ ઓફિસ પર 46 કરોડથી વધુની કમાણી કરી છે. તે મુજબ, ફિલ્મે તેનું 90% બજેટ લગભગ કાઢી લીધું છે.