ફિલ્મ ડાયરેક્ટર અનિલ શર્મા પોતાની આગામી ફિલ્મ ગદર 2ને લઈને ચર્ચામાં છે. એક પ્રમોશનલ ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાની સાથે કામ કરી ચૂકેલા કલાકારો વિશે વાત કરી. અનિલે સલમાન ખાનનો ઉલ્લેખ કર્યો. અનિલે કહ્યું કે,’સલામ ખાન વિશે ઘણી બધી ખોટી વાતો કહેવાઈ રહી છે.’
લોકો કહે છે કે, તે ખૂબ ઢીંચનારો છે અને પાર્ટીઓમાં ખૂબ શરાબ પીએ છે. પરંતુ હકીકતમાં એવું કશું નથી. અનિલે કહ્યું કે,’સલમાન જરૂર કરતાં વધારે ક્યારેય નથી પીતા’. અનિલે એમ પણ કહ્યું કે,સલમાન ક્યાયરેય કોઈની નિંદા નથી કરતાં, તે માત્ર પોતાના કામ વિશેની વાતો કરવાનું જ પસંદ કરે છે
‘ખાન સાહેબ સાથે કામ કરવાની મજા આવી’
અનિલ શર્માએ સલમાન ખાન સાથે 2010માં આવેલી ફિલ્મ ‘વીર’માં કામ કર્યું હતું. અનિલ એ ફિલ્મના ડાયરેક્ટર હતા. તેમણે સલમાન સાથે કામ કરવાના અનુભવ વિશે ખૂલીને વાત કરી. અનિલે કહ્યું કે,’ખાન સાહેબ સાથે કામ કરવાની ખૂબ મજા આવી, તેમના વિશે ઘણી નકામી અને ઢંગધડા વગરની વાતો ફેલાવાઈ રહી છે. સલમાન એક સામાન્ય માણસની જેમ જ સાંજે એક કે બે પેગ લે છે અને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે’
અનિલે સલમાનની ફિલ્મ ‘વીર’નું નિર્દેશન કર્યું હતું. એ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી
સલમાન ક્યારેય કોઈની નિંદા નથી કરતો
સલમાનના સ્વભાવ વિશે અનિલે વધુમાં જણાવ્યું કે,’મે ક્યારેય તેમને કોઈની નિંદા કરતાં સાંભળ્યા નથી. જો હું તેમની સાથે ક્યારેક ચાર કલાક પસાર કરું તો એ ચાર કલાક દરમિયાન માત્ર પોતાની ફિલ્મનાં ગીતો અને સીન્સ વિશે જ વાત કરે છે’. તેમને ઘણી બધી ફિલ્મોના સીન્સ અને ગીતો યાદ રહે છે. સલમાન ફિલ્મોની ‘હાલતીચાલતી લાઈબ્રેરી’ છે.તેમને ‘ફિલ્મોના ગૂગલ’ કહેવામાં પણ ખોટું નથી
સલમાન ક્રોધી નથી. છંછેડો તો પ્રતિક્રિયા આપે છે
અનિલે કહ્યું કે, સલમાનને ખોટી રીતે ગરમમિજાજના ગણવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું,’લોકો કહે છે કે, સલમાનને ગુસ્સો બહુ આવે છે’ પરંતુ હકીકત એ છે કે, તે ક્રોધી નથી, બસ તે પોતાની દુનિયામાં રહેવાનું પસંદ કરે છે. હા એક વાત જરૂર છે કે જો તમે તેમને છેડશો તો તે જરૂર પ્રતિક્રિયા આપશે.તે કોઈને કદીએ નુકસાન પહોંચાડતા નથી.તે મસ્તમૌલા વ્યક્તિ છે, તે ઘણીવાર એક્સર્સાઇઝ કર્યા બાદ વૈનિટી વૈનમાં જ સૂઈ જાય છે.
અનિલનું કહેવું છે કે, લોકોએ સલમાન વિશે ખોટી ધારણાઓ બાંધી લીધી છે. તે પોતાની દુનિયામાં રહેવાનું પસંદ કરે છે આથી તે ‘ઘમંડી’ લાગે છે
‘પ્રિયંકા શૂટિંગ દરમિયાન ખાવા-પીવાનું પણ ભૂલી જતી હતી’
અનિલે અહીં પ્રિયંકા ચોપડા વિશે પણ વાત કરી,તેમણે કહ્યું ‘પ્રિયંકા ઇન્ડસ્ટ્રીમાં નવી હતી, તે પોતાના કામ પ્રત્યે ખૂબ જ એકાગ્ર હતી, તે જ્યારે મને પ્રથમવાર મળી ત્યારે ઘણી અપક્વ હતી, દરેક પોતાની પ્રથમ ફિલ્મ માટે ઘણી મહેનત કરતા હોય છે. તેણે પણ 10 દિવસના શૂટિંગ માટે સેટ પર બે મહિના જેટલો સમય વિતાવ્યો.’
પ્રિયંકા ચોપડાએ 2003માં આવેલી ફિલ્મ ‘હીરો લવ સ્ટોરી ઓફ અ સ્પાઈ’થી કરિયરની શરૂઆત કરી. આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું હતું. ફિલ્મમાં મુખ્ય અભિનેતા સની દેઓલ હતા. જ્યારે મુખ્ય અભિનેત્રી પ્રીતિ ઝિંટા હતી. તેને તે વખતે ખાવા-પીવા અને આરામ સાથે કોઈ મતલબ ન હતો. તેને બસ માત્ર કામ જ દેખાતું હતું. તેણે આગળ વધવા માટે ક્યારેય કોઈનો પગ ખેંચ્યો નથી. જોકે હાલ તે એક બે વિષય પર જરૂર વાત કરી રહી છે, પરંતુ તે વખતે તેને પોતાના કામ સિવાય અન્ય કોઈ બાબત સાથે કશો નિસબત ન હતો. તે પોલિટિક્સ જેવી બાબતોથી દૂર રહેતી હતી.