News Updates
ENTERTAINMENT

અમિતાભ બચ્ચને વર્ષો જૂની તસવીર શેર કરી:બિગ-બીના ખોળામાં જોવા મળ્યા શ્વેતા બચ્ચન-ટ્વીંકલ ખન્ના, પોસ્ટ શેર કરી આપી ઓળખાણ

Spread the love

અમિતાભ બચ્ચને બુધવારે ઇન્સ્ટાગ્રામ પર વર્ષો જૂની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં દિગ્ગજ એક્ટરના ખોળામાં બે છોકરીઓ જોવા મળી રહી છે. આ બંને અન્ય કોઈ નહીં પણ દિગ્ગજ એક્ટર રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલ ખન્ના અને બિગ-બીની દીકરી શ્વેતા નંદા છે. આ તસવીર શ્વેતા બચ્ચનના જન્મદિવસની છે, જેમાં બિગ બી બર્થડે કેપ પહેરેલા જોવા મળે છે.

અમિતાભે તસવીર શેર કરીને પોતાની ઓળખ જાહેર કરી હતી
થ્રોબેક તસવીર શેર કરતી વખતે, અમિતાભે કેપ્શનમાં દરેકની ઓળખ જાહેર કરી છે. તેમણે લખ્યું- સફેદ કપડામાં મારી ડાબી બાજુ ટ્વિંકલ ખન્ના અને બીજી બાજુ શ્વેતા. આ તસવીર શ્વેતાના જન્મદિવસ પર લેવામાં આવી હતી. ટ્વિંકલે હવે અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા છે. મારી પુત્રી શ્વેતાના લગ્ન નિખિલ નંદા સાથે થયા છે, જે નવ્યા નંદા અને અગસ્ત્ય નંદાની માતા છે.

ટ્વિંકલ ક્યૂટ લાગી રહી છે, શ્વેતા પણ અલગ જ અંદાજમાં : અમિતાભ
અમિતાભે વધુમાં લખ્યું- ‘અગસ્ત્ય ટૂંક સમયમાં પોતાની ફિલ્મ સાથે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઈ રહ્યો છે. ટ્વિંકલ અહીં ખૂબ જ સુંદર લાગી રહી છે અને શ્વેતા એવું લાગે છે કે તેણે હમણાં જ કંઈક હાંસલ કર્યું છે.’ અમિતાભ, ટ્વિંકલ અને શ્વેતાની આ તસવીર સોશિયલ મીડિયા ખુબ જ વાઇરલ થઇ રહી રહી છે.

આ ફોટો પર ફેન્સે ફની રિએક્શન આપ્યા છે
અમિતાભની આ પોસ્ટ પર ફેન્સ ખૂબ જ ફની રિએક્શન આપી રહ્યા છે. એક ફેને કમેન્ટ સેક્શનમાં લખ્યું- સર, તમે બહુ સારી રીતે સમજાવો છો. અન્ય એક ફેને લખ્યું – બંને છોકરીઓ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ત્રીજા ફેને લખ્યું- ફોટો એવી રીતે લગાવો કે ચાર લોકોના મોઢા ખુલ્લા જ રહી જાય.


Spread the love

Related posts

નૈનીતાલ અને મસૂરીને ભૂલી જશો, ઉત્તરાખંડમાં આ ઓફબીટ હીલ સ્ટેશનની મુલાકાત લો

Team News Updates

ઇટાલીએ 47 વર્ષ બાદ ડેવિસ કપ જીત્યો:ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું; ભારત ત્રણ વખત રનર્સઅપ રહ્યું છે

Team News Updates

આર માધવને બેંગલુરુ ટર્મિનલ-2 એરપોર્ટની પ્રશંસા કરી:પીએમ મોદીએ શેર કર્યો અભિનેતાનો વીડિયો, કહ્યું, ‘આ છે નવા ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર’

Team News Updates